Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતસમાજ કલ્યાણ

  ૮ મે સુધીમાં બધા ધામોના કપાટ યાત્રીઓ માટે ખુલી જશેઃ   ચારધામ યાત્રામાં રોજ ૩૮ હજાર યાત્રીઓ દર્શન કરી શકશે 

દહેરાદૂન તા.૨
રાજય સરકારે ચારધામોમાં દરરોજ દર્શન કરનારા તીર્થયાત્રીઓની સંખ્યા નકકી કરી છે. સચીવ ધર્મસ્વ તરફથી જાહેર આદેશ અનુસાર આ વ્યવસ્થા યાત્રાના પ્રારંભીક ૪૫ દિવસ માટે નકકી કરાઈ છે. ચારધામની યાત્રામાં મોટી સંખ્યામાં તીર્થયાત્રીઓ આવવાની આશા છે તેને જાેતા આ વ્યવસ્થા કરવામાં આવી છે. ચારધામ માર્ગ પર યાત્રા દરમિયાન રાત્રે ૧૦ થી સવારે ૪ વાગ્યા સુધી પરિવહન પ્રતિબંધીત રહેશે.
કાલથી રવાના થશે દેવ ડોલીઓઃ ચારધામ માટે ગાદી સ્થળેથી ડોલીઓ ચારધામોએ રવાના થવાની તારીખ નકકી થઈ ગઈ છે. બે તારીખ એટલે કે આજથી ડોલીઓ રવાના થવાનો પ્રારંભ થઈ જશે. આઠ મે સુધીમાં દરેક ધામોના કપાટ દર્શનાર્થીઓ માટે ખોલી નાખવામાં આવશે. બદરી કેદારનાથ મંદિર સમીતીના મીડીયા પ્રભારી ડો. હરિશ ગૌડે જણાવ્યું હતું કે કેદારનાથ અને ગંગોત્રીની ડોલી આજે, યમુનોત્રીની ડોલી આવતીકાલે અને બદરીનાથની દેવ ડોલી ૬ મે ના રોજ જાેશીમઠથી રવાના થશે. જાેરદાર ઉત્સાહઃ ગાદી સ્થળ ઓમકારેશ્ર્‌વર મંદિર, ઉબીમઠમાં ડોલીના પ્રસ્થાન પહેલા કરવામાં આવતા અનુષ્ઠાનોની તૈયારી શરૂ થઈ ગઈ છે. બદરીનાથ કપાટ ખુલતા પહેલા તિમુંડિયા દેવ ઉત્સવઃ બદરીનાથ ધામના કપાટ ખુલવાના એક સપ્તાહ પહેલા આયોજીત થતા ત્રિવેણી તિમુંડિયા દેવ ઉત્સવમાં શનિવારે હજારો લોકો ઉમટયા હતા. આ દરમિયાન દેવ ડાંગરોએ લોકોને આશિર્વાદ આપ્યા હતા. આ દેવ ઉત્સવની સાથે જ બદરીનાથ કપાટ ખુલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મુખ્ય પડાવો પર લાઉડ સ્પીકર લગાવવાના નિર્દેશઃ ડીએમ અભિષેક રુહેલાએ શનિવારે હર્ષિલમાં બેઠક દરમિયાન અધિકારીઓને યાત્રીઓની સુવિધા માટે ગંગોત્રી પરિસર, હિના ચેક પોસ્ટ અને ગંગનાની વગેરે સ્થળો પર લાઉડ સ્પીકર લગાવવાના નિર્દેશ અપાયા હતા.

Related posts

કિર્તીદાને હાથ ઝાલ્યો અને કમાની કિસ્મત બદલાઈ ગઈ

saveragujarat

NCBની પૂછપરછમાં શાહરૂખના દિકરાએ કર્યો મોટો ખુલાસો, આટલા વર્ષોથી ડ્રગ્સનું સેવન કરી રહ્યો છે આર્યન ખાન…

saveragujarat

દીકરીની સલામ દેશને નામ થીમ પર પ્રજાસત્તાક દિનની ઉજવણી

saveragujarat

Leave a Comment