Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

પૈસાની લેતી દેતીમાં યુવકનું અપહરણ કરીને માર માર્યો

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૧
ઇવેન્ટના એડવાન્સ પૈસા પાછા આપી દે નહીંતર તારુ ઘર વેચાવી દઇશ, અને બંદુક ફોડીને જાનથી મારી નાંખીશ. પૈસાની લેતી દેતીમાં યુવકને માર મારીને ધમકી આપવામાં આવી હતી. ઇવેન્ટના પૈસાની લેતી દેતીમાં આરોપીએ યુવકને ગાડીમાં બેસાડીને લઇ ગયો અને અલગ અલગ જગ્યાએ ફેરવીને માર માર્યો હતો. ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતાં ભરત પરિહાર નામના યુવકને ચારેક વર્ષ અગાઉ ઘાટલોડિયા ગામમાં રહેતા ભરત ભરવાડ નામના યુવકનો સંપર્ક થયો હતો. ૨૭ અને ૨૮મી જાન્યુઆરીના દિવસે ભરતના સાળાના ભાઇ લગ્ન હોવાથી ફરિયાદીએ લગ્નના પોગ્રામની ઇવેન્ટનો ઓર્ડર લીધો હતો. જેના નક્કી કરેલ રકમના અડધા રૂપીયા એડવાન્સ આપ્યા હતાં.ઉલ્લેખનીય છે કે, લગ્ન દરમિયાન માવઠાની અસર જાેવા મળતા ઇવેન્ટમાં મીસમેનેજમેન્ટ થયું હતું. જાે કે ભરત સાથે વાતચીત થતાં આ પૈસાની લેતી દેતીનો હિસાબ પુરો થયો હતો. ૧૮મી ફેબ્રુઆરી સવારે અગિયાર વાગ્યાની આસપાસ ફરિયાદી કડી નાગરિક સહકારી બેંક પાસે ચાની કિટલી પર તેમના સુપર વાઇઝર સાથે વાતચીત કરી રહ્યા હતાં. તે દરમિયાન એક કારમાં ભરત ભરવાડ આવ્યો હતો. અને પૈસા અંગે વાતચીત કરવી હોવાનું કહીને ફરિયાદીને ગાડીમાં બેસી જવા માટે કહ્યું હતું. પરંતુ ફરિયાદીએ ગાડીમાં બેસવાની ના પાડતા ભરતએ તેને ગાડીમાં બેસાડી દરવાજાે બંધ કરીને ગાડી રીંગ રોડ તરફ લઇ ગયો હતો.ગાડી ઉભી રાખવા માટે કહેતા ગાડી ઉભી રાખી નહીં અને માર મારવા લાગ્યો હતો. જાે કે ફરિયાદી પોલીસ કંટ્રોલમાં ફોન કરવા જતાં ભરતએ હું જ તને પોલીસ સ્ટેશન લઇ જાઉ છું. તેમ કહીને ગાડી એસપી રીંગ રોડ થી નાના ચિલોડા થી અને ડફનાળા તરફ લઈ ગયેલ. જા તેણે ફરિયાદીને માર મારી કહ્યું હતું કે તે અમારી ઇવેન્ટ બગાડી છે ઇવેન્ટના એડવાન્સ પૈસા પાછા આપી દે નહીંતર તારું ઘર વેચાવી દઈશ અને બંદૂક ફોડી જાનથી મારી નાખીશ.દફનારા પાસે ૨૦ એક મિનિટ ગાડી ઊભી રાખ્યા બાદ તેઓ તાવડીપુરા થઈને મેલડી માતાના મંદિર પાસે લઈ ગયો હતો જ્યાં ફરિયાદીએ અહીંથી પેમેન્ટ લેવાનું છે તેવું ખોટું બોલીને ગાડીમાંથી નીચે ઉતરીને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદ પોલીસે આ મામલે અત્યારે કાયદેસરની કાર્યાવાહી હાથ ધરી છે.

Related posts

રાજયના દરેક વાલીને પીન, ટાંકણી જેવી વસ્તુઓ બાળકોથી દૂર રાખવા અનુરોધ કરતા સિવિલ સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી

saveragujarat

સેન્સેક્સમાં ૧૧૫, નિફ્ટીમાં ૩૮ પોઈન્ટનો કડાકો થયો

saveragujarat

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મજબૂત સંગઠન બનાવવા માટે આમ આદમી પાર્ટીએ પ્રદેશ કારોબારી બેઠક યોજી

saveragujarat

Leave a Comment