Savera Gujarat
Other

નિકોલ ખાતે શ્રી રામ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના પંચમ દિવસે મુખ્યમંત્રી સહિત સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ

ગુજરાત નરેન્દ્રભાઇનું ગ્રોથ એન્જિન છે અને તેમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ સંતો મહંતોના આર્શિવાદથી મળતાં થયા છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૦૭
નિકોલ ખાતે ચાલી રહેલા ભવ્ય શ્રી રામ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી, મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા, વલ્લભાઇ કાકડીયા, ગોરધનભાઇ ઝડફીયા સહિત અનેકા રાજકિય આગેવાનોનું આ ધાર્મિક મહોત્સવના મુખ્ય યજમાન ભીખાભાઇ બોઘાણી (બાંભણીયા), પ્રકાશભાઇ જાડવાણી (માંડવા), હિતેશભાઇ ખુંટ (મેંદરડા ) અભિવાદન કર્યુ હતું. જયારે મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી ભાઇશ્રી રમેશબાઇ ઓઝાના આર્શિવાદ મેળવ્યાં હતા.
અમદાવાદના નિકોલ ખાતે છેલ્લા ચાર દિવસથી ભવ્ય શ્રી રામ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન ચાલી રહ્યું છે. જે ધાર્મિક કાર્યક્રમનું નવ દિવસ દરમિયાન આયોજન કરાયું છે ત્યારે રોજબરોજ અનેક સંતો મહંતો, રાજકિય મહાનુભાવો, સહિત આગેવાન મહેમાનો સહિત શ્રોતાઓની ખાસ ઉપસ્થિત વચ્ચે સમગ્ર નિકોલ વિસ્તાર ધર્મમય માહોલમાં પરિવર્તિત થઇ ગયો છે. આ પ્રસંગે સંતશ્રી રોકડીયા બાપુ, સંતશ્રી, નિર્મોહી દાસ માતાજી, સંતશ્રી જમનાદાસજી બાપુ, સંતશ્રી કેશવદાસજી બાપુ, સંતશ્રી શશીભાનુદાસજી, સંતશ્રી નિશ્ચલદાસજી, સંતશ્રી ચેતનાનંદજી મહારાજ, સંતશ્રી જ્યોતિનાથ મહારાજ, નિત્યાનંદ મહારાજ, અરવિંદદાસજી મહારાજ, સંતશ્રી અવધૂત યોગીજી સહિત ગુજરાતભરના સંતો મહંતોએ પોતાના પાવન પગલા નિકોલ અને નિકોલની પ્રજાને પાવન કરી હતી.

શ્રી રામ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના પંચમ દિવસે રાબેતા મુજબ ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના મુખેથી શ્રીમદ ભાગવત ગીતાની કથાનું શ્રવણ કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ ધાર્મિક મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી, પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઇ ઝડફીયા, મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા, વલ્લભાઇ કાંકડીયા સહિત રાજકિય આગેવાનોએ વ્યાસપીઠ પર બિરાજમાન ભાઇશ્રી રમેશભાઇના આર્શિવાદ મેળવી ફૂલહાર પહેરાવી તેમના આર્શિવાદ મેળવ્યાં હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇનું કાઠીયાવાડી પાઘડી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યંું હતું. આ ધાર્મિક મહોત્સવ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે હાસ્યની રમુજ રેલાવતાં ઉપસ્થિત શ્રોતાઓને કહ્યું હતું કે, આ વચ્ચે ક્યાંથી આવ્યાં જાે કે ઉપસ્થિત તમામ શ્રોતાઓ અને મહેમાનોએ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી સહિત ઉપસ્થિત તમામ રાજકિય આગેવાનોનું સ્વાગત કર્યુ હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, શ્રીમદ ભાગવત કથાની અમૃત વાણીનું જ્ઞાન પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝા દ્વારા શ્રવણ કરાવવામાં આવી રહ્યું છે જાે કે પોતે કામમાં વ્યસ્તતા હોવાથી પોતે શ્રીમદ ભાગવત કથા ન સાંભળી શકવાનો અફસોસ વ્યક્ત કર્યો હતો. અને શ્રીમદ ભાગવત કથા અને શ્રી કૃષ્ણની સમજવા માટે સ્થિરતાંની જરૂર છે. અહીં સંતો મહંતો અને વ્યાસપીઠની ઉપસ્થિતિ દરમિયાન આ જ્ઞાનની ભાષા અને વકતવ્ય સમજાય છે પરંતુ વ્યાસપીઠની બહાર જતાંની સાથે જ જેમનું તેમ થઇ જાય છે ત્યારે આપણે સૌને કૃષ્ણ ભગવાને કર્યુ એમ કરવું છે શ્રી રામે કહ્યું એમ કરીએ પરંતુ તે આપણાથી થતું નથી. ગુજરાત નરેન્દ્રભાઇનું ગ્રોથ એન્જિન છે અને તેમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ સંતો મહંતોના આર્શિવાદથી મળતાં થયા છે અને સમગ્ર દેશમાં આ ગ્રોથ એન્જિનને આર્શિવાદ મળતાં રહે તેવું પોતાના સમંબંધમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વ્યાસપીઠના પ્રાંગણમાંથી સંબોધન કરતાં ભગવાન શ્રી કૃષ્ણની કેવી લીલા છે તેમને સમજવા માટે સ્થિરતાની જરૂર છે જ્યારે રામના કહ્યા પ્રમાણે ચાલવા જેવી ધાર્મિક વાણી સાંભળી ઉપસ્થિત શ્રોતાઓએ મુખ્યમંત્રીશ્રીને વધાવ્યાં હતા.

Related posts

રાહુલ ગાંધી ED સમક્ષ હાજર: દેશભરમાં કોંગ્રેસના દેખાવો

saveragujarat

સેન્સેક્સમાં ૫૭૧, નિફ્ટીમાં ૧૬૯ પોઈન્ટનો થયેલો કડાકો

saveragujarat

નેહરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા ગુજરાત રાજ્ય કક્ષાની યુવા સંસદનું આયોજન

saveragujarat

Leave a Comment