Savera Gujarat
Other

લોકો પેટ્રોલ-ડીઝલ ભરાવવા માટે રાજસ્થાનથી અંબાજી આવી રહ્યા છે

સવેરા ગુજરાત/બનાસકાંઠા,તા.૬
ગુજરાતભરમાં પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવે વાહનચાલકોને પરેશાન કર્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહ્યા છે. પેટ્રોલના ભાવે તો સદી વટાવી દીધી છે. જાે કે, ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં વધારે ખરાબ સ્થિતિ છે, ત્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો તફાવત જાેવા મળી રહ્યો છે. ગુજરાતની સરખામણીમાં રાજસ્થાનમાં પેટ્રોલ પ્રતિ લિટરે ૧૫ રૂપિયા જેટલુ મોંઘુ વેચાઈ રહ્યું છે. જ્યારે ડીઝલના ભાવ ત્રણ રૂપિયા જેટલા વધારે છે. સ્થિતિ એવી છે કે, રાજસ્થાનના વાહનો પેટ્રોલ ભરાવવા માટે અંબાજી આવની રહ્યા છે જેના કારણે ત્યાંના પેટ્રોલ પંપ પર હમણાથી લાંબી લાઈનો જાેવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવે ૧૦૦ રૂપિયાનો આંકડો પાર કરતાં ગુજરાતના વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. જાે કે, અંબાજીથી માત્ર ૧૨થી ૧૫ કિમી દૂર આવેલા પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આ મામલે વિપરીત સ્થિતિ જાેવા મળી રહી છે. અહીં એક કે બે રૂપિયા નહીં પરંતુ પ્રતિ લિટરે ૧૫ રૂપિયા જેટલો મોટો તફાવત છે. રાજસ્થાનના ખાસ કરીને મોટા વાહનો પેટ્રોલ અને ડીઝલ માટે ગુજરાતમાં આવી રહ્યા હોવાથી ત્યાંના પેટ્રોલ પંપના માલિકા માટે પણ મુશ્કેલીભર્યો સમય ઉભો થયો છે. ગુજરાતમાં ભાવ ઓછો છે અને રાજસ્થાનમાં વધારે છે ત્યારે ત્યાંના પેટ્રોલ પંપના માલિકો પેટ્રોલ તેમજ ડીઝલને ય્જી્‌ હેઠળ લાવવાની માગ કરી રહ્યા છે. જેથી, વન નેશન વન ટેકસની જેમ દેશના તમામ રાજ્યોમાં ભાવ સરખો રહે. અંબાજીના પેટ્રોલ પંપ પર ગુજરાત અને રાજસ્થાન પાસિંગના વાહનોની કતારો જાેવા મળી રહી છે. ગુજરાતથી રાજસ્થાન જતાં વાહનો પણ અહીંયાથી જ ટાંકી ફુલ કરાવીને જઈ રહ્યા છે જેથી તેમને ત્યાં જઈને વધારે રૂપિયા ખર્ચવા ન પડે. રાજસ્થાનના વાહનચાલકોને આકર્ષિત કરવા માટે કેટલાક કંપનીવાળાએ તો ‘ગુજરાત સે સસ્તા પેટ્રોલ’ના મોટા હોર્ડિંગ પણ લગાવ્યા છે. જાે કે, આ વાત વાહનચાહકોને આકર્ષિત કરી રહી નથી.

Related posts

ભૂખ્યા બાળક માટે ૨૩ મિનિટમાં રેલવેએ દૂધ પહોંચાડ્યું

saveragujarat

ગુજરાત પ્રદેશની કારોબારી કમલમ ખાતે આજે સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાઈ.

saveragujarat

જયરાજસિંહના જયધોષ સાથે ભાજપમાં વિધિવત પ્રવેશ,સી.આર.પાટીલ હસ્તે થયું સ્વગત.

saveragujarat

Leave a Comment