Savera Gujarat
Other

જયરાજસિંહના જયધોષ સાથે ભાજપમાં વિધિવત પ્રવેશ,સી.આર.પાટીલ હસ્તે થયું સ્વગત.

સવેરા ગુજરાત/અમદાવાદ:-  ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતાં જ ફરી એકવાર ભાજપમાં પ્રવેશોત્સવ શરૂ થઈ ગયો છે. ખાસ કરીને કૉંગ્રેસના નેતાઓ એક પછી એક ભાજપનો ખેસ પહેરવા લાઈનો લગાવી રહ્યા છે. ગાંધીનગર કમલમ ઓફિસમાં  ઢોલ-નગારાં વાગી રહ્યાં છે, જ્યારે કોંગ્રેસ કાર્યાલય ખાલીખમ દેખાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના પૂર્વ નેતા જયરાજસિંહ પરમાર આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. કમલમ ખાતે પહોંચીને સીઆર પાટીલ, ગોરધન ઝડફિયા સહિત પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાધેલાની હાજરીમાં તેઓએ કેસરિયા કર્યા છે.ભાજપ પ્રમુખ પાટીલ મોડા પડ્યા હોવાથી ભાજપના ઋષિકેશ પટેલ, ઝડફિયા અને રજની પટેલે કાર્યક્રમ ચાલુ રાખ્યો હતો. ગોરધન ઝડફિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યુ હતું કે, તેઓ રાષ્ટ્રવાદી વિચારધારા સાથે સંકળાચેલા છે. પ્રજાની વેદનાને સારી રીતે સમજી શકે છે. અમે પ્રજા સાથે સંકળાયેલા નેતાઓનું સ્વાગત કરીએ છીએ. અમારી પાર્ટીમાં પરિવારવાદ નથી ચાલતો.

જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાવવા મામલે મહેસાણાથી કોંગ્રેસના સભ્યો સહિત મોટી સંખ્યામાં ટેકેદારો કમલમ જવા રવાના થયા છે. જયરાજસિંહ સાથે મહેસાણા કોંગ્રેસના સભ્યો સહિત ટેકેદારો આજે ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસમાં કાર્યકરોની અવગણના થતી હોવાથી ભાજપમાં જોડાયા હોવાની વાત કરી છે. ભાજપ વિકાસ અને શિસ્તને વળેલ પાર્ટી હોવાથી ભાજપમાં જોડાવવાની વાત કરી છે, જ્યારે કોંગ્રેસ દિશાહીન અને નેતૃત્વ વગરની પાર્ટી છે.

મહત્ત્વનું છે કે, ભાજપમાં ઢોલ ઠબૂકી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને નેતા જયરાજસિંહ પરમારે શક્તિ પ્રદર્શન કર્યું હતું. તેઓ અડધો કિલોમીટર લાંબા કારના કાફલા તથા સમર્થકો સાથે કમલમ પહોંચ્યાં છે. હાલમાં કમલમની બહાર ફટાકડા ફોડીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. 1500 જેટલા સમર્થકો કમલમ બહાર ભેગા થયાં છે.

જયરાજસિંહે વતનમાં કુળદેવીના દર્શન કર્યા
જયરાજસિંહ પરમાર પોતાના વતનમાં કુળદેવીશ્રી હરસિદ્ધભવાની, અજાય માતાજી અને ઈષ્ટદેવ માંડવરાય દાદાના દર્શન કર્યા હતા, તેમજ ઘરે વડીલોના દર્શન કરીને ગાંધીનગર કમલમ પહોંચ્યા હતા અને ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાતા પહેલા જયરાજસિંહે કહ્યું હતું કે, ‘માતાજીના આશીર્વાદ સાથે ભાજપમાં જોડાઈ રહ્યો છું.

મહત્ત્વનું છે કે, ભાજપમાં જોડાતા પહેલા જયરાજસિંહ અને તેમના પુત્રએ સીઆર પાટીલ સાથે પણ મુલાકાત કરી હતી, જેમાં જયરાજસિંહને ભાજપમાં સન્માન મળશે તેવી વાત થઈ હોવાનું જાણવા મળ્યું છે. તો સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જયરાજસિંહ પરમારને ભાજપમાં જોડાયા બાદ બોર્ડ નિગમમાં સ્થાન મળી શકે છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમાર આખરે આજે કેસરિયા થવા જઈ રહ્યાં છે. ગાંધીનગર કમલમ ખાતે જયરાજસિંહ ભાજપમાં જોડાશે. આ પહેલા તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે મુલાકાત કરી હતી. સીઆર પાટીલે ચાંદીનો સિક્કો આપીને તેમનુ સ્વાગત કર્યુ હતું. જયરાજસિંહ પરમાર અને તેમના દીકરાએ BJP અધ્યક્ષ સીઆર પાટીલ સાથે કરેલી મુલાકતના ફોટો પણ જાહેર કર્યા. ત્યારે તેમણે ટ્વીટ કરીને કહ્યુ કે, કુળદેવીના આશીર્વાદ સાથે ભાજપમાં જોડાઈ રહ્યો છું.

જયરાજસિંહે આપ્યું કોંગ્રેસ છોડવાનુ કારણ
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના આંતરવિવાદને કારણે જયરાજસિંહ પરમારે તાજેતરમાં પક્ષ સાથે છેડો ફાડ્યો હતો. ભાવુક થઈને તેમણે કહ્યું હતું કે, મે કારકિર્દી જોખમમાં મૂકી કામ કર્યુ છે, કોંગ્રેસમાં કોઈ સિસ્ટમ નથી. જયરાજસિંહ પરમારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી કોંગ્રેસ હટાવ્યું હતું. પોતાના કોંગ્રેસના હોદ્દાઓ દૂર કર્યા છે. સાથે જ તેમણે કાર્યકરો જોગ પત્ર પણ લખ્યો હતો. જેમાં પોતાને થયેલા અન્યાયનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ પોતાને ટિકિટ ન મળ્યાનો પણ ઉલ્લેખ કર્યો છે.

Related posts

અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે નકલી દસ્તાવેજાે બનાવનાર પાંચ જેટલા શખસોની ધરપકડ કરી

saveragujarat

શક્તિપીઠ અંબાજી ખાતે દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત 10 કરોડના ખર્ચે આધુનિક સુવિધા વાળી સંસ્કૃત પાઠશાળા બનશે.જિલ્લા કલેક્ટરનો નિર્ણય.

saveragujarat

આજે વિશ્વ માતૃભાષા દિવસ, ગુજરાતી ભાષાનોઅનેરો ઈતિહાસ કેટલી ભાષાઓમાંથી બનેલી છે ગુજરાતી આવો જાણીએ.

saveragujarat

Leave a Comment