Savera Gujarat
Other

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા ધો.૧૦-૧૨ ની પરીક્ષા મધ્યસ્થ મુલ્યાંકન કામગીરીનો બહિષ્કાર

સવેરા ગુજરાત/ગાંધીનગર તા.૦૪: ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા પરીક્ષા મધ્યસ્થ મુલ્યાંકન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા મધ્યસ્થ મુલ્યાંકન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે. પડતર પ્રશ્નોનો ઉકેલ નહી આવતા તમામ શિક્ષકોને સંઘે આદેશ કર્યો છે. ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સમિતિના તમામ સંચાલક મંડળ, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ, ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ, ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ, ગુજરાત રાજ્ય વહીવટી કર્મચારી સંઘ મહામંડળના તમામ શિક્ષક કર્મચારીઓને મધ્યસ્થ મૂલ્યાંકન ની કામગીરીમાં ન જોડાવા આદેશ આપવામાં આવ્યો છે. મધ્યસ્થ મૂલ્યાંકન કામગીરીનો બહિષ્કાર કરવા આદેશ કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી અલગ અલગ માંગોને લઈ સંઘ સરકારને વારંવાર રજુઆતો કરવામાં આવી છે.

તેમ છતા પણ સરકાર દ્વારા ન તો કોઇ સંતોષકારક જવાબ અપાઇ રહ્યો છે. આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં કોઇ ઉકેલ આવે તેવી શક્યતાઓ પણ નહીવત્ત છે. સંઘના નિર્ણયને પગલે ધોરણ 10 અને 12 ના બોર્ડના પરિણામને થશે અસર, પરિણામ આવવામાં વિલંબ થવાની શક્યતા દેખાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાતમાં આદોલનોની સિઝન ચાલી રહી છે. કોઇ પણ તબક્કો બાકી નથી કે જે આંદોલન ન કરી રહ્યો હોય. લગભગ તમામ સરકારી કર્મચારીઓના સંગઠનો, સરકારી ભરતીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ, સરકારી પરીક્ષા પાસ કરી ચુકેલા અને પોસ્ટિંગની રાહ જોઇ રહેલા લોકો ઉપરાંત અનેક સમાજો પણ હાલ પોત પોતાની માંગ સાથે આંદોલનો કરી રહ્યા છે. તેવામાં હાલ તો લગભગ સમગ્ર ગુજરાત આંદોલિત છે. તેમ કહીએ તો નવાઇ નહી. ઼

Related posts

ગુજરાતના પ્રવાસે આવેલા જે.પી.નડ્ડાએ કહ્યું મોદીએ ખેડૂતોને પ્રાધાન્ય આપ્યું છે

saveragujarat

કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પૂર્વ મેયર હિંમતસિંહ પટેલ ફરી મેદાનમાં

saveragujarat

યુક્રેનમા ફસાયેલા ભારતીય વિધ્યાર્થીઓના રેસ્ક્યુ પર ભારત સરકારનો સફળ પ્રયાસ‌-ગુજરાતી પરીવારોમા ખુશીનો માહોલ

saveragujarat

Leave a Comment