Savera Gujarat
Other

વિદ્યા સહાયકોની ભરતીના મુદે ગાંધીનગરમાં ઉમેદવારોના દેખાવો

ગાંધીનગર,તા. 4
આજે ભર બપોરે સચિવાલય બહાર વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારોનો પ્રબળ વિરોધ પ્રદર્શન થતાં ગાંધીનગર પોલીસ દોડતી થઈ ગઈ હતી. તો બીજી તરફ સચિવાલય ગેટ નં 1 ઉપર આંદોલનકારીઓ એ હલ્લા બોલ કરી પ્રવેશ કરતાં તાત્કાલિક ગેટ બંધ કરી 150 વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી.વિદ્યા સહાયકોની ભરતીમા 3300 થી વધારે જગ્યાઓ ભરવાની માગણી સાથે આજે ઉમેદવારો દ્વારા સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે ગાંધીનગર સચિવાલય ગેટ 1 બહાર વિધાસહાયક ઉમેદવારો એ આક્રમક વિરોધ કરતા ગાંધીનગર પોલીસ દોડતી થઇ ગઇ હતી આ તબક્કે કેટલાક ઉમેદવારોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારે વિદ્યાસહાયકોની ભરતી કરે છે તેમાં અગાઉ થી વંચિત રહેલા બેરોજગાર વિદ્યા સહાયકોની ભરતી ને પહેલા ન્યાય આપે એટલું જ નહીં ભરતી કેલેન્ડર મુજબ બાકી રહેલા ઉમેદવારોને પણ ચાલુ ભરતી માં ન્યાય મળે તે માટે સરકાર સામે આંદોલન શરૂ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું કે આ તબક્કે કેટલાક આંદોલનકારીઓએ સચિવાલય ગેટ નંબર એક તરફ દોટ મૂકતા તાત્કાલિક પ્રવેશ દ્વાર બંધ કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન પોલીસ પકડથી બચવા માટે વિદ્યાસહાયકોએ રાષ્ટ્રગાન કરી પોલીસ પકડથી બચાવવા પ્રયાસ કર્યો હતો ઉલ્લેખનીય છે કે અચાનક દોઢસોથી વધુ આંદોલન કાર્યો સચિવાલય ગેટ નંબર 1 ઉપર આવી જતાં ગાંધીનગર પોલીસ પણ ભર બપોરે દોડતી થઇ ગઇ હતી અને તમામ આંદોલનકારીઓની અટકાયત કરી હતી.આ દરમિયાન કેટલીક મહિલા ઉમેદવારો પોતાના બાળકો સાથે આંદોલનમાં જોડાઈ હતી ત્યારે મહિલા પોલીસે તેવા ઉમેદવારોની અટકાયત કરી ન હતી અને જવા દીધા હતા ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં અચાનક ઉગ્ર બનેલા આ આંદોલનને ઠારવા માટે ગાંધીનગર પોલીસે ત્રણ પોલીસ બસ ભરીને આંદોલનકારીઓની અટકાયત કરી હેડક્વાર્ટર લઈ ગયા હતા.

Related posts

ઇડર શહેર કોંગ્રેસ પક્ષના નેતાના રાજીનામાથી કોંગ્રેસ પક્ષમાં ખડભડાટ

saveragujarat

હાલ હું કોંગ્રેસમાં જ છું પણ પક્ષમાં રહું તે મોવડી મંડળે નિશ્ચિત કરવાનું રહેશે

saveragujarat

અમેરિકાથી ઓનલાઇન ડ્રગ્સ મંગાવી વેચતા અમદાવાદીઓની ધરપકડ

saveragujarat

Leave a Comment