Savera Gujarat
Other

શેરબજારમાં સેન્સેકસ 780 પોઇન્ટ ઉંચકાયો

સવેરા ગુજરાત/અમદાવાદ , તા. 30
મુંબઇ શેરબજારમાં આજે તેજીનો દૌર આગળ ધપ્યો હોય તેમ હેવીવેઇટ શેરોમાં ધુમ લેવાલીથી સેન્સેકસમાં 780 પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. બેંક, આઇટી, ઓટો મોબાઇલ્સ સહિતના શેરો ઝળક્યા હતા. અદાણી ગ્રુપ નબળુ પડયું હતું.શેરબજારમાં આજે માનસ તેજીનું હતું શરૂઆત ગેપઅપ હતી. વિશ્ર્વ બજારોની તેજીનો પડઘો હતો. રશિયા-યુક્રેન વચ્ચે યુધ્ધ ખત્મ કરવા વાટાઘાટો નિર્ણાયક તબકકા તરફ આગળ ધપતી હોવાના અને રશિયાએ મુખ્ય શહેરો પર આક્રમણ ધીમુ કરવાનું જાહેર કરતા સારી અસર થઇ હતી. નાણા સંસ્થાઓની લેવાલી ઉપરાંત ઓપરેટરો, ઇન્વેસ્ટરો પણ પસંદગીના ધોરણે ખરીદીમાં હોવાથી માનસ પ્રોત્સાહક હતું.જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે યુક્રેન કટોકટીમાં પોઝીટીવ આશાવાદ ઉપરાંત ક્રુડ તેલમાં ઘટાડાની અસર હતી. આ સિવાય આવતીકાલે નાણાકીય વર્ષનો અને માર્ચ વલણનો છેલ્લો દિવસ આવતો હોવાથી એનએવી ઉંચી રાખવા નાણા સંસ્થાઓની લેવાલી હતી. સાથોસાથ મંદી ગ્રુપના વેચાણો કપાતા તેજીને વધુ જોર મળી ગયું હતું.
શેરબજારમાં આજે મોટા ભાગના શેરોમાં ઉછાળો હતો. બજાજ ફિન્સ સર્વિસ, એચડીએફસી, હિન્દ લીવર, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ફોસીસ, કોટક બેંક, લાસર્ન, મારૂતિ, નેસ્લે, પાવર ગ્રીડ, રિલાયન્સ, ટીસીએસ, અલ્ટ્રા ટેક સિમેન્ટ, એકસીસ બેંક, એલેકસી વગેરે ઉંચકાયા હતા. ભારતી એરટેલ, આઇટીસી, હિન્દાલકો, ઓએનજીસી, જેએસડબલ્યુ સ્ટીલ નબળા હતા.મુંબઇ શેરબજારનો સેન્સેકસ 780 પોઇન્ટના ઉછાળાથી પ87ર0 સાંપડયો હતો. જે ઉંચામાં 58727 તથા નીચામાં 57176 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 196 પોઇન્ટ ઉંચકાઇને 17પર1 હતો તે ઉંચામાં 17પરર તથા નીચામાં 17377 હતો.

Related posts

ગુજરાતની નવી IT/ITeS પોલિસી-૨૦૨૨-૨૭ની પ્રથમ ફળશ્રુતિ,સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ અંગેના MoUથી રાજ્યમાં IT ક્ષેત્રે ૨,૦૦૦ જેટલી રોજગારીનું સર્જન થશે

saveragujarat

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો

saveragujarat

રાજ્યના ૧૧૫ સરકારી વકીલોના પ્રોબેશન પૂર્ણ થયાના હુકમો કરાયા

saveragujarat

Leave a Comment