Savera Gujarat
Other

ગુજરાતમાં બે વર્ષમાં ૨૧૫. ૬૨ લાખનો વિદેશી શરાબ ઝડપાયો

રાજ્યમાં પોલીસે માંડ બાતમીના આધારે પકડેલા દારૂની કિંમત કરોડોમાં અંકાય છે તો કારોબાર અબજાે રૂપિયાનો થતો હશે !!

સવેરા ગુજરાત, ગાંધીનગર તા. ૨૫
ગુજરાતમાં દારૂબંધી છે, પણ ગુજરાતમાં એટલો દારૂ પીવાય અને પકડાય છે જેટલો દારૂની છૂટ છે તે રાજ્યમાં પણ નથી હોતું. ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા સત્રમાં કોંગ્રેસ દ્વારા વિદેશી-દેશી દારૂ અને અન્ય નશીલા દ્રવ્યો અંગે માહિતી માંગવામાં આવી હતી. જેમાં ચોંકાવનારી માહિતી મળી છે. બે વર્ષમાં ગુજરાતમાં એટલી માત્રામાં દારૂ પકડાયો છે કે તેને સાચવવા જગ્યા પણ ઓછી પડે. બે વર્ષમાં ૬૦૬ કરોડ ૪૧ લાખ ૮૪ હજાર ૮૪૭ રૂપિયાની કિંમતના વિદેશી-દેશી દારૂ, બિયર અને અન્ય નશીલા દ્રવ્યો પકડવામાં આવ્યા છે. ગુજરાત સરકારે વિધાનસભા ગૃહમાં માહિતી આપી કે, રાજ્યમાંથી બે વર્ષમાં ૨૧૫ કરોડ ૬૨ લાખ ૫૨ હજાર ૨૭૫ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ પકડાયો છે. જેમાં ૧ કરોડ ૬ લાખ ૩૨ હજાર ૯૦૪ વિદેશી દારૂની બોટલ પકડાઈ છે. ૪ કરોડ ૩૩ લાખ ૭૮ હજાર ૧૬૨ રૂપિયાની કિંમતનો ૧૯ લાખ ૩૪ હજાર ૩૪૨ લીટર દેશી દારૂ પકડાયો છે.
આ ઉપરાંત ૧૬ કરોડ ૨૦ લાખ ૫ હજાર ૮૪૮ રૂપિયાની કિંમતની ૧૨ લાખ ૨૦ હજાર ૨૫૮ બિયરની બોટલ અને ૩૭૦ કરોડ ૨૫ લાખ ૪૮ હજાર ૫૬૨ રૂપિયાની કિંમતના નશીલા દ્રવ્યો પકડાયા છે. જેમાં અફીણ, ચરસ, ગાંજાે, હેરોઈન, પોશડોડા/પાવડર અને અન્ય ડ્રગ્સનો સમાવેશ થાય છે. આમ, બે વર્ષમાં ૬૦૬ કરોડ ૪૧ લાખ ૮૪ હજાર ૮૪૭ રૂપિયાની કિંમતના વિદેશી-દેશી દારૂ , બિયર અને અન્ય નશીલા દ્રવ્યો પકડવામાં આવ્યા છે.

યુપીમાં યોગી આદિત્યનાથના રામરાજ્યમાં ૧ લાખના ઇનામી ગુંડાનું એન્કાઉન્ટર
લખનઉઃ યૂપીની રાજધાની લખનઉમાં સીએમ યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ કાર્યક્રમ પહેલાં એક ખૂંખારને ઠાર મારવામાં આવ્યો છે. ઠાર મારવામાં આવેલા મૃતક પર પોલીસે એક લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. તમને જણાવી દઇએ કે કે એન્કાઉન્ટરમાં મૃત્યું પામેલા બદમાશનું નામ રાહુલ સિંહ હતું. બદમાશ અને પોલીસ વચ્ચે અથડામણ લખનઉના હસનગંજમાં થઇ હતી. પોલીસ સતત બદમાશ રાહુલ સિંહને શોધી રહી હતી. તમને જણાવી દઇએ કે બદમાશ રાહુલ સિંહ અલીગંજ જ્વેલર્સ લૂંટ કેસમાં વોન્ટેડ હતો. આ ઘટનામાં લૂંટ દરમિયાન કર્મચારીને ગોળી વાગી હતી. અલીગંજ ક્રાઈમ ટીમે હસનગંજ વિસ્તારમાં બદમાશને ઘેરી લીધો અને જવાબી કાર્યવાહીમાં બદમાશ માર્યો ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથ આજે સાંજે ૪ વાગે યૂપીના સીએમ પદની શપથ લખનઉના અટલ બિહારી વાજપેયી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં લેશે. સીએમ યોગીના શપથ ગ્રહન કાર્યક્રમમાં પીએમ મોદી સહિત ભાજપના મોટા નેતા ભાગ લેશે. સૂત્રોના અનુસાર સમાચર છે કે આજે સીએમ યોગી આદિત્યનાથની સાથે ૪૦-૪૫ મંત્રી શપથ લઇ શકે છે. ૨૦ થી ૨૫ મંત્રીઓને ફરીથી મંત્રી બનાવી શકાશે. સીએમ યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહને ધ્યાનમાં રાખતા યૂપીની રાજધાની લખનઉમાં કડક સુરક્ષા છે.

Related posts

કેનેડામાં ભારતીય સ્ટુડન્ટની સંખ્યા નવો રેકોર્ડ બનાવી રહી છે

saveragujarat

ભારતનું અનોખું રેલવે સ્ટેશન જેનું કોઈ નામ નથી

saveragujarat

અમદાવાદના ખાનપુર ખાતે વન્દેમાતરમ વ્યાપ્તી ટ્રોફી ગુજરાત સ્ટેટ સિલેક્શન ફોર બ્લીટ્‌સ ચેસ ચેમ્પીયનશીપ-૨૦૨૨નુ કરવામા આવ્યું હતું.

saveragujarat

Leave a Comment