Savera Gujarat
Other

રાજયમાં કૃષિ માટે 8 કલાક વિજળીના વાયદાનું પાલન થતું નથી : વિધાનસભા પ્રવેશદ્વાર પાસે કોંગ્રેસના ધારાસભ્યોના ધરણા

સવેરા ગુજરાત/રાજકોટ: ગુજરાતમાં ખેડૂતોને કૃષી માટે 8 કલાક વિજળી આપવાના સરકારના ‘વચન’ અને મંત્રીઓને ખાતરી છતાં પણ મોટાભાગના ક્ષેત્રમાં પુરી છ કલાક પણ વિજળી મળતી નથી તે મુદે આજે ગાંધીનગરમાં ખેડૂત આંદોલનકારીઓ તથા કોંગ્રેસ પક્ષે જબરા ધરણા-દેખાવો કર્યા હતા અને કોંગ્રેસના બે ધારાસભ્યો લલીત વસોયા તથા વિમલ ચુડાસમાએ તો ગૃહ બહાર શર્ટ કાઢીને ધરણા કરતા વિધાનસભામાં પણ તેના પડઘા પડયા હતા.
કોંગ્રેસના સિનીયર ધારાશાસ્ત્રી શ્રી પુંજાભાઈ વંશે જણાવ્યું ખુદ વિજમંત્રી કનુભાઈ દેસાઈએ 8 કલાક વિજળીનો વાયદો કર્યો તેનો અમલ થયો નથી.ગુજરાત વિધાનસભાની ગરિમા જાળવવી જોઈએ પરંતુ કોંગ્રેસ અને ભાજપ માટે અલગ અલગ નિયમો હોવા જોઈએ નહીં એટલું જ નહીં સંસ્કારોની વ્યાખ્યા તમારે આપવાની જરૂર નથી. તેવું નિવેદન કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે કરતાં વિધાનસભા ગૃહમાં હંગામો થયો હતો આજે વિધાનસભાની કાર્યવાહી પહેલા પ્રવેશદ્વાર ઉપર કોંગ્રેસે વીજળી મુદ્દે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી પ્રદર્શન કર્યું હતું ઉલ્લેખનીય છે કે રાજ્યના ખેડૂતોને પર્યાપ્ત વીજળી નહીં મળવાના કારણે ઉભા પાકને નુકસાન થયું છે. તેવા કોંગ્રેસના આક્ષેપ સાથે આજે પ્રશ્નોત્તરી પહેલા કરેલા વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના લીલીત વસોયા અને વિમલ ચુડાસમાએ પોતાનો શર્ટ કાઢી વિરોધ કરતાં ભાજપના દંડક પંકજ દેસાઈએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉપસ્થિત કર્યો હતો અને આ મામલે અધ્યક્ષ ઠપકો આપે તેવી માંગણી કરી હતી
તો બીજી તરફ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી એ આ મુદ્દે વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું હતું કે વિરોધ પ્રદર્શન દરમિયાન શર્ટ કાઢીને મીડિયાને બાઇટ આપવી તે કયા પ્રકારના સંસ્કાર છે ? તેવું નિવેદન કરતા વિપક્ષના સભ્યોએ હંગામો શરૂ કર્યો હતો આ દરમિયાન જીતુભાઈ વાઘાણી ફરીથી આક્ષેપ કર્યો હતો કે જે વિધાનસભાના અધ્યક્ષ મહિલા છે એટલું જ નહીં સંકુલમાં મહિલા ધારાસભ્યો મહિલા અધિકારીઓ મહિલા પોલીસ અને મહિલા પત્રકારો પણ આવતા હોય છે ત્યારે કોંગ્રેસે કરેલા પ્રદર્શન અંગે કડક આદેશ કરવાની માંગણી કરી હતી.આ તબક્કે તેમણે જીતુભાઈ વાઘાણી ના કરેલા ઉચ્ચારણનો જવાબ આપતા તેમણે કહ્યું કે તમારે અમને સંસ્કાર ની વ્યાખ્યા આપવાની જરૂર નથી તમે તમારા સંસ્કાર પૂરતા રહો એવા નિવેદનથી ભાજપના ધારાસભ્યો અકળાયા હતા અને કોંગ્રેસના ધારાસભ્ય ના નિવેદન સામે વિરોધ વ્યક્ત કર્યો હતો આ તબક્કે તેમણે હર્ષ સંઘવી ના નામનો ઉલ્લેખ કરીને વિધાનસભામાં કહ્યું હતું કે મીડિયાના મિત્રો માટે પ્રવેશ પાબંધી લગાવી છે ત્યારે ભૂતકાળમાં તમારા જ ગૃહ મંત્રીએ પોતાની ચેમ્બરમાં મીડિયાને બોલાવીને બાઈટ આપી હોવા છતાં એ અમે વિરોધ વ્યક્ત કર્યો ન હતો
એટલું જ નહીં તમારી સરકાર વીજળી નથી આપતી એટલે જ મારે કપડા કાઢવા પડે છે એમ કહેતાં બન્ને પક્ષી હંગામો થયો હતો તો બીજી તરફ ભારે દેકારા વચ્ચે પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કોંગ્રેસના ધારાસભ્યોને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે વિધાનસભાની ગરિમા નહીં જાળવીને કોંગ્રેસે વરવું પ્રદર્શન કર્યું છે ત્યારે તેમની સામે કડક પગલાં નહીં લેવામાં આવે તો આવનાર સમયમાં આ જ લોકો વિધાનસભાગૃહમાં વળવા પ્રદર્શન કરતાં અચકાશે નહીં અને એટલે જ અધ્યક્ષ તરફથી યોગ્ય આદેશ થાય એવી માંગણી કરી હતી આ દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ ડો. નિમા બેન આચાર્યએ સમગ્ર વિવાદ અંગે રોલિંગ આપ્યો હતો કે આ ઘટનાક્રમ ના વિડીયો અને તેના પુરાવા જોઈને મારો નિર્ણય જાહેર કરીશ તેમ કહેતા ગ્રુહમાં શાંતિ છવાઇ હતી.

Related posts

માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, મેદાનમાં છવાઈ બરફની ચાદર

saveragujarat

સિંહોના વસવાટ માટે 25 વર્ષનો રોડમેપ તૈયાર

saveragujarat

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો, બનશે જનતાની સરકાર, ખેડૂતોનું ત્રણ લાખ સુધીનું દેવું માફ

saveragujarat

Leave a Comment