Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચાર

જગવિખ્યાત અંબાજી ખાતે ટેરેસ ગાર્ડન માં મળેલ અદભુત પરીણામ

સવેરા ગુજરાત અંબાજી

ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે પ્રકૃતિ પ્રેમી સુનિલભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા કોરોના કાલ માં ખાલી સમયનો સદુપયોગ અને વેસ્ટ માંથી બેસ્ટ કેવી રીતે બનાવી શકાય તે સિદ્ધાંત મનમાં લઈ શરૂ કરેલું કાર્ય આજે ટેરેસ ગાર્ડન તરીકે લોકો જાેવા આવી રહ્યા છે

સુનિલભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે

અંબાજી જેવા હરિયાળા પ્રદેશ માં હરતા ફરતા રહયા હતો અને વન વગડો વૃક્ષો નદીઓ ના સાનિધ્ય માં રહેતો હતો પરંતુ ઘરે જતો ત્યારે કઈક ખૂટતું લાગતું હતું પણ મકાનના ત્રીજા માળે વનરાજી કરવાની મહેચ્છા થઈ હતી ત્યારે કેવી રીતે આ કલ્પન સાકાર કરું ત્યારે ? પ્રશ્ન ઉદભવ્યો તો સાથે સાથે ઉત્તર પણ મળી આવ્યો હતો આજ થી ત્રણ વર્ષ પહેલાં ઉપજેલો આ વિચાર આજે લીલીછમ હરિયાળી બની મારા ટેરેસ પર ગાર્ડન રૂપે લહેરાઈ રહ્યો છે શરૂઆત માં ઘરવગા ખાલી તેલ ના ડબ્બા , બરણીઓ ને ઉપયોગ માં લેવાનું થયું હતું માટી રેત ખાતર માટે ગણેશ આશ્રમ માંથી ગાય ના છં અને કાળી માટી ની ગુણો ઉપાડી ઉપાડી તરજ માળે એક ટેક્ટર જેટલો માલ ખભે કરીને પહોંચાડ્યો હતો છોડ બીજ લાવવા મિત્રો , સંબંધીઓ પાસે માંગ્યા , નર્સરી માં અવરજવર વધી હતી સોશ્યલ મીડિયા માં પ્રચલિત એવા વન વગડા પેજ ,સહિત પાલનપુર બીજ બેન્ક અને વસુંધરા બીજ બેંક જેવા પ્રકૃતિ ના રક્ષક અને સરક્ષકો ની મદદ થી અવનવા બીજ મેળવા ,, ઘરના ડબલા ડબલી ખૂટી પડતા બજાર માંથી ઘમલાઓ ખરીદ્યા , કુંડાઓ બનાવ્યા , અવનવી તરકીબો અજમાવી ફૂલછોડ ના ઝુમ્મર પણ બનાવ્યા કહી શકાય કે સસ્તું સારું અને વેસ્ટ માંથી બેસ્ટ બનવવા ની કળા ને મોકળું મેદાન મળ્યું હતું આજે મહેનત ના પરિણામ સ્વરૂપ
ગુલાબ,ગુલબાજ,બારમાસી,ચંપો , જુઈ,મોગરો કરેંણ સહિત આયુર્વેદિક તુલસી, બામ તુલસી ,ફુદીનો, અરડૂસી ,અને પવિત્ર એવા પારિજાત ના છોડ ત્રીજા માળે લહેરાઈ રહ્યા છે. રીગણ,મીઠો લીમડો , ટામેટા ,ભીંડા અને એકવખત તો કુંડા માં ઉગેલા વેલ પરનું તડબૂચ પણ ચાખવા મળ્યું.
પહેલા ઘર ના બાળકો સહિત ના સદસ્યો મહેનત જાેઈ કઈક અવઢવ માં હતા પણ હવે ખીલેલા ફૂલો જાેઈ આનંદિત બની રહ્યા છે સગા સબંધી ઓ પણ ગાર્ડન જાેઈ ખુશી અનુભવે છે કહે છે ને કે મન હોય તો માળવે જવાય એમજ મન હોય તો ત્રીજા માળે પણ બગીચો થાય..

અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી

Related posts

જાહેર રસ્તા પર લોકો પર રંગ નાંખ્યો તો થશે સજા

saveragujarat

કોંગ્રેસે અમદાવાદમાં ક્ષતિગ્રસ્ત રસ્તાનું નામ બદલીને મેયર કિરટી પરમાર અને કમિશ્નર લોચન શહેરા રોડ રાખી પ્રદર્શન કર્યુ

saveragujarat

અરવલ્લી જીલ્લાના ૧૭૧૩ લાભાર્થીઓને રૂ.૩૩૩ લાખથી વધુની સહાય અપાઈ

saveragujarat

Leave a Comment