Savera Gujarat
Otherતાજા સમાચારરાજકીય

પ્રધાનમંત્રી મોદી રાજભવનથી રવાના-સરપંચ મહાસંમેલનને કરશે સંબોધિત

સવેરા ગુજરાત/ગાંધીનગર:-   ગુજરાતમાં ક્યારેય જોવા ન મળ્યો હોય તેવો ભવ્ય નજારો હાલ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. 10 મહિના બાદ ગુજરાતમાં પધારેલા પીએમ મોદીના સ્વાગતમાં ભવ્ય રોડ શો નીકળ્યો છે. ખુલ્લી જીપમાં સવાર થઈને પીએમ મોદી ગુજરાતની જનતા વચ્ચે નીકળી પડ્યા છે. ત્યારે લાખોની જનમેદની અમદાવાદના રસ્તા પર જોવા મળી રહી છે. યુપી સહિત ચાર રાજ્યોની ચૂંટણીનો જીતનો જશ્ન જાણે ગુજરાતમાં ઉજવાઈ રહ્યો તેવો આ માહોલ છે. રસ્તો આખો ભાજપમય બન્યો છે. રસ્તામાં ભાજપનો ધ્વજ લહેરાઈ રહ્યો છે, તો હવામાં કેસરી કલરના ફુગ્ગા ઉડાવવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં કમળ ખીલ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે.

વડાપ્રધાન મોદી એરપોર્ટથી ભવ્ય રોડ શો કર્યા બાદ કમલમ ખાતે પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ રાજભવન ખાતે પહોંચ્યા હતા. જ્યાં રાજ્યપાલ અને અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કર્યા બાદ વડાપ્રધાન મોદી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા. અહી તેઓ સમગ્ર ગુજરાતના પંચાયતના સભ્યો, સરપંચો, તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સાથે સંવાદ યોજશે. અહીં તેઓ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને સંબોધતા આગામી સમયમાં તોળાઇ રહેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ પણ ફૂંકશે.

ટુંક જ સમયમાં તેઓ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચશે અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને ત્યાર બાદ તેઓ હજારોની સંખ્યામાં હાજર ભાજપના પદાધિકારીઓ કાર્યકર્તાઓ અને સરપંચો, તાલુકા પ્રમુખો તથા જિલ્લા પ્રમુખોને સંબોધિત કરશે વડાપ્રધાન મોદી.

Related posts

IPL-2022 : હરાજીમાં નહીં હોય ક્રિસ ગેઈલ અને સ્ટોક્સ

saveragujarat

જિલ્લાકક્ષાના ૧૧મા ખેલમહાકુંભ સ્પર્ધાનો સમાપન કાર્યક્રમ યોજાયો

saveragujarat

યાત્રાધામ અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ મહોત્સવ ગણતરીના કલાક બાકી છે ત્યારે અંતિમ તૈયારી હાથ ધરવામાં આવી રહી છે

saveragujarat

Leave a Comment