Savera Gujarat
Other

પ્રધાનમંત્રીના ગુજરાત આગમના પગકે વ્યવસ્થાઓનુ જાત નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ.

સવેરા ગુજરાત/અમદાવાદ:-  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી આવતી કાલ થી બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન જે કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે તે પંચાયતી રાજ મહાસંમેલન ના કાર્યક્રમ સ્થળ જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ અને ખેલ મહાકુંભના પ્રારંભ અવસરના સ્થળ સરદાર પટેલ સ્ટેડિયમની સ્થળ મુલાકાત લઇ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો.
તેમણે આ કાર્યક્રમો ના સ્થળની બેઠક વ્યવસ્થા તેમજ પીવાનું પાણી,પાર્કિંગ સહિત ની બધી જ વ્યવસ્થાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું

મુખ્યમંત્રીએ સ્થળ પર ઉપસ્થિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

મુખ્યમંત્રી સાથે આ સ્થળોના નિરીક્ષણ દરમિયાન પંચાયત રાજ્યમંત્રી  બ્રિજેશ મેરજા, મુખ્ય સચિવ પંકજકુમાર
પંચાયત અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ, તેમજ વિકાસ કમિશનર સંદીપકુમાર
મુખ્યમંત્રીના સચિવ અવંતિકાસિંઘ, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ તથા વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ પણ જોડાયા હતા.

Related posts

મોટી કંપનીઓએ ૭૦૦૦ કર્મચારીઓની છટણી શરૂ કરી

saveragujarat

સમુદ્રની અંદર વિશાળકાય જંગલો મળી આવ્યા – રશિયાથી કેનેડા સુધી બોરિયલ ફોરેસ્ટ વિસ્તરેલું છે

saveragujarat

આઈટીઆઈ અને પોલિટેકનિકના પાસ આઉટ થયેલા યુવાનો સેનામાં ભરતી થઈ શકશે

saveragujarat

Leave a Comment