Savera Gujarat
Other

પંજાબ વિધાનસભા ચુંટણી પરીણામ 2022: પટિયાલાથી કેપ્ટન અમરિંદર સિંઘની હાર

સવેરા ગુજરાત:- પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ ને હવે ગણતરી શરૂ થઈ ગઈ છે.   ઉત્તર પ્રદેશ પંજાબ  ઉત્તરાખંડ  મણિપુર  ગોવા રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામો મોડી રાત સુધીમાં આવશે. વાત પંજાબ રાજ્યની કરવામાં આવે તો  પંજાબમાં એક્ઝિટ પોલ માં આમ આદમી પાર્ટી ની સરકાર બની રહી છે. આપને રૂઝાનમાં 90 બેઠકો મળી રહી છે.

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંઘની પટિયાલા બેઠક પરથી હાર થઈ છે.  તો સીએમ ચરણજીત સિંઘ ચન્ની પણ હારની કગાર પર છે. આ ઉપરાંત પૂર્વ સીએમ પ્રકાશસિંઘ બાદલ પણ હાર તરફ છે. આમ આદમી પાર્ટીની સુનામીમાં મોટા નેતાઓની હાર થઈ રહી છે.

પંજાબ ચુંટણી પરીણામ 2022: ચૂંટણીનું મતદાન

પંજાબમાં 20મી ફેબ્રુઆરીએ 117 વિધાનસભાની બેઠકો માટે મતદાન થયું હતું. હાલમાં કોંગ્રેસની સરકાર સામે આમ આદમી પાર્ટી અને અકાલી દળ (Akali dal) અને બહુજન સમાજવાદી પાર્ટી (BSP)ના ગઠબંધન (SAD)ની મુખ્ય ટક્કર હતી. તો કેપ્ટન અમરિંદર સિંઘ Amrinder Singh અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ગઠબંધનને પણ ખૂબ અપેક્ષાઓ હતી.

પંજાબમાં મતદાનની ટકાવારી કેટલી છે?

પંજાબનું વોટિંગ : પંજાબની તમામ 117 બેઠકો માટે 20 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. જેમાં 72 ટકા જેટલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાજ્યમાં છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં આ વખતે સૌથી ઓછું મતદાન નોંધાયું છે. 2017ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં 77.40 ટકા મતદાન થયું હતું, જ્યારે 2007માં તે 75.45 અને 2012માં 78.20 ટકા હતું. જો કે, 2002ની ચૂંટણીમાં મતદાન ખૂબ જ ઓછું હતું અને તે માત્ર 65.14 ટકા હતું.

પંજાબમાં કેટલા મતદારો છે?

રાજ્યમાં 81,33,930 પુરુષ મતદારો, 73,35,406 સ્ત્રી મતદારો અને 282 ત્રીજા લિંગના મતદારો નોંધાયેલા છે. રાજ્યની તમામ વિધાનસભા બેઠકોમાંથી મુક્તસર જિલ્લાની ગિદ્દરબાહા બેઠક પર સૌથી વધુ 84.93 ટકા મતદાન નોંધાયું હતું અને અમૃતસર પશ્ચિમ બેઠક પર સૌથી ઓછું 55.40 ટકા મતદાન નોંધાયું હતું.

કઈ સીટ પર મોટા ચહેરાઓ હતા ચૂંટણી મેદાનમાં?

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિદ્ધુ તેમની જૂની બેઠક અમૃતસર પૂર્વથી ચૂંટણી મેદાનમાં છે. સીએમ ચરણજીત ચન્ની પણ તેમની ચમકૌર સાહિબ અને ભદૌર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ભગવંત માનને ધુરી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. ત્યાં જ કોંગ્રેસ છોડીને આવેલા પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ પટિયાલા અર્બન સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું. ડ્રગ્સ કેસમાં ફસાયેલા બિક્રમ સિંહ મજીઠિયાએ નવજોત સિંહ સિદ્ધુના પડકારને ધ્યાનમાં લઈને અમૃતસર પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડી છે. બીજી તરફ SAD ચીફ સુખબીર બાદલ આ વખતે જલાલાબાદ સીટ પરથી ચૂંટણી લડ્યા છે.

Related posts

રશિયાના 14 હજાર સૈનિકોના મોત, 86 વિમાન અને 444 ટેન્ક ધ્વસ્ત, યુક્રેનનો દાવો

saveragujarat

કેન્દ્ર તેના વિરોધીઓનો અવાજ દબાવી રહી છે : સંજય રાઉત

saveragujarat

વિધાનસભા સત્રની કામગીરીમાંથી સમય કાઢી મુખ્યમંત્રીએ જનસંપર્ક એકમમાં સ્વયં હાજર રહી નાગરિકો-અરજદારોની રજૂઆતો સંવેદનાપૂર્વક સાંભળી

saveragujarat

Leave a Comment