Savera Gujarat
Other

પાંચ રાજ્યોની ચૂંટણીના જીતના ઢોલ-નગારા સાથે જશ્ન મનાવતુ ગુજરાત,ભાજપ-આપમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો

સવેરા ગુજરાત/અમદાવાદ:- પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આમ આદમી પાર્ટીએ ટ્રેન્ડમાં બહુમતનો આંકડો પાર કરીને પ્રચંડ લીડ મેળવી છે. ત્યારે કહી શકાય કે જે પ્રકારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ જબરદસ્ત જીત મેળવી હતી તેવી જ જીત તેણે પંજાબમાં મેળવી છે. તો પંજાબમાં કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગયુ છે. બીજી તરફ, યુપી, ગોવા, ઉત્તરાખંડમાં ભાજપનો વિજય ધ્વજ લહેરાતો દેખાઈ રહ્યો છે. યુપીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે. ત્યારે ગુજરાતમાં આ જીતનો જશ્ન શરૂ થઈ ગયો છે. એક તરફ ભાજપ દ્વારા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે ઉજવણીનું આયોજ કરાયુ છે. તો બીજી તરફ, આપ ગુજરાતના કાર્યકર્તાઓ દ્વારા રોડ શો દ્વારા પંજાબની જીતને વધાવવામાં આવશે.

ભાજપના બધાજ કાર્યાલયમાં વિજયોત્સવ
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. જેથી સમગ્ર રાજ્યના તમામ જિલ્લા-મહાનગરના ભાજપ કાર્યાલય ખાતે બપોરે 1.30 કલાકે વિજયોત્સવ ઉજવવામાં આવશે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પણ સીઆર પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા અન્ય પદાધિકારીઓ હાજર રહીને ઉજવણી કરશે.

પાંચ રાજ્યોના પરિણામો પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યુ કે, પાંચ રાજ્યોના પરિણામોમાં ભાજપ આગળ છે. મોદી સાહેબ અને અમિત શાહના અથાગ પ્રયત્નોથી પરિણામો પ્રાપ્ત થયા છે. ચાર રાજ્યોમાં બહુમતીથી ભાજપ સરકાર બનાવશે. તો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, દેશભરમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. તમામ રાજ્યોમાં ભાજપે લોકોપયોગી કામગીરી કરી હતી. લોકો માટે કરેલ કામ પરિણામોમાં જોવા મળી રહ્યા છે. મોદી સાહેબ અને ભાજપ પર લોકોનો વિશ્વાસ ટકેલો છે. યુપીમાં ગુંડારાજ ખત્મ કરવાનું કામ ભાજપે કર્યું છે. ગરીબો માટે ભાજપની સરકારોએ કામ કર્યા છે. વર્ષો બાદ યુપીમાં કોઈ સરકાર રિપીટ થઈ છે.

પંજાબની જીતની ઉજવણીમાં આપની ગુજરાતમા  રેલીનુ આયોજન
પંજાબમાં આપને સ્પષ્ટ બહુમતીથી ગુજરાત આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે. પંજાબમાં આપની સરકાર બનતાં ગુજરાતના કાર્યકરોમાં ઉત્સાહમાં આવી ગયા છે. અમદાવાદના કાર્યાલયની બહાર મંડપ  લગાવી વિશાળ સ્ક્રીન પર પરિણામો દર્શાવાઇ રહ્યાં છે. સાથે ઢોલ નગાડા વગાડી કાર્યકરોએ ઉજવણી કરી. પંજાબની જીતને વધાવવા બપોરે બે કલાકે આમ આદમી પાર્ટી દ્વારા રોડ શોનુ આયોજન કરવામા આવ્યુ છે. જેમાં આપ કાર્યાલયથી ગાંધી આશ્રમ સુધી રોડ શો નીકળશે.

ઈસુદાન ગઢવીએ કહ્યું ગુજરાતમાં લોકો પાસે વિકલ્પ ન હતો
આપના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, પંજાબની જનતાએ વોટ નથી આપ્યો, પણ અરવિંદ કેજરીવાલની ઈમાનદારી પર વોટ આપ્યો છે. આ જીતનો અર્થ એ છે કે તેની અસર ગુજરાત પર થશે. ગુજરાતની જનતા ભાજપ સરકાર અને કોંગ્રેસથી ત્રાહિમામ પોકારી ગઈ છે. ભાજપ અહી લોકપ્રિય નથી, પણ લોકો પાસે વિકલ્પ ન હતો. હવે આમ આદમી પાર્ટી નેશનલ પાર્ટી બની ગઈ છે. ગુજરાતની જનતા પર તેના પર વિશ્વાસ કરશે. ગુજરાતમાં પણ તેની લહેર આવશે. દિલ્હી સરકાર મફત વીજળી આપે છે, છતા સરકારને બોજો નથી પડતો. તો ગુજરાતમાં કેમ નહિ.

Related posts

ભાજપના પ્રેદેશ અધ્યક્ષે વડોદરાના મેયરનો ઉધડો લીધો

saveragujarat

સેન્સેક્સમાં ૧૭ અને નિફ્ટીમાં ૧૦ પોઈન્ટનો ઘટાડો થયો

saveragujarat

ટાયર ફાટતા બેકાબૂ ટ્રકે ૩ બસોને ટક્કર મારતા ૧૪ લોકોનાં મોત

saveragujarat

2 comments

Avatar
Bhanu bhai Sharma March 10, 2022 at 12:54 pm

ખૂબ સરસ news feed, અભિનંદન”સવેરા ગુજરાત”

Reply
saveragujarat
saveragujarat March 10, 2022 at 1:37 pm

આપશ્રી જેવા શ્રેષ્ઠ વાંચકોનો સહકાર મળતો રહે અને અમે સૌથી શ્રેષ્ઠ સમાચાર ફટાફટ આપના સુધી પહોચાડતા રહીએ બસ આવી રીતે સારા વાંચક મિત્રો શુભ ચિંતકો અને સવેરા ગુજરાતની દોસ્તિ કાયમી બની રહે .

Reply

Leave a Comment