Savera Gujarat
Other

વોટ્સએપ યુઝર્સ માટે ખુશ ખબર જલ્દી મળશે એક નવું ફીચર, ગ્રુપમાં કરી શકશો હવેથી ‘પોલ’

સવેરા ગુજરાત:-  મેટા (Meta)ની માલિકીની મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp) એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જે ગ્રુપમાં ‘પોલ’ (Poll)ની સુવિધા આપશે. ઇન-એપ ફીચર પર હજુ કામ થઈ રહ્યું છે અને આ ફક્ત ગ્રુપ માટે છે. આ નવું વોટ્સએપ ફીચર યુઝર્સને એ વિષયો પર ગ્રુપની અંદર વોટ કરવાની પરવાનગી આપશે જે તેમના માટે પ્રાસંગિક છે. સૌથી વધુ શક્યતા છે કે આ પહેલા આઈઓએસ (iOS) યુઝર્સ માટે અવેલેબલ થશે અને પછી એન્ડ્રોઇડ (Android) અને ડેસ્કટોપ (Desktop) ક્લાયન્ટ માટે ઉપલબ્ધ થશે. આ ફીચર હજુ અન્ડર ડેવલપમેન્ટ પ્રોસેસમાં છે એટલે એ ક્યાર સુધી લાગુ થશે એ અંગે કોઈ જાણકારી નથી.

પોલ ફક્ત ગ્રુપમાં જ બનાવી શકાય છે અને તેને વ્યક્તિગત ચેટમાં સામેલ નહીં કરવામાં આવે કારણ કે, તેમાં ફક્ત બે જ લોકો સામેલ હોય છે.

WhatsApp Poll:- 

WhatsApp ગ્રુપમાં મૂકવા માટે WhatsApp Pollના પ્રશ્નને નોંધવાનું કહે છે. આ ફીચર પર હજુ કામ ચાલી રહ્યું છે, એટલે આ અંગે વધુ જાણકારી નથી. પરંતુ WABetaInfoએ આ વાતની પુષ્ટિ કરી છે કે WhatsApp વાસ્તવમાં વોટ્સએપ પર પોલ શરુ કરવાની યોજના બનાવી રહ્યું છે.

WABetaInfo લખે છે- પોલ માટે આભાર, તમે એક પ્રશ્ન પૂછી શકો છો અને અન્ય લોકો જવાબને વોટ કરી શકે છે. ધ્યાન આપો કે પોલ ફક્ત WhatsApp ગ્રુપમાં જ અવેલેબલ હશે અને તે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે અને એટલે સુધી કે તમારા જવાબ પણ. ફક્ત ગ્રુપના લોકો જ પોલ અને પરિણામ જોઈ શકે છે.

શું છે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન? (End-to-End Encryption)

WhatsAppનો દાવો છે કે તેના પ્લેટફોર્મ પર મેસેજિંગ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન (What is End-to-End Encryption)ની સિક્યોરીટી સાથે હોય છે. એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન કંઈક એ રીતે કામ કરે છે કે સેન્ડ થતાં પહેલા મેસેજ એક એવા ડિજિટલ લોકથી સુરક્ષિત કરવામાં આવે છે, જેને જોવા કે સાંભળવા માટે એક ડિજિટલ ચાવીની જરૂર હોય છે જે ફક્ત મેસેજ મેળવનાર વ્યક્તિ પાસે હોય છે.

આ રીતે, વોટ્સએપ હવે રિએક્શન મળે ત્યારે નોટીફિકેશન મેનેજ કરવા માટે સેટિંગ્સ જારી કરી રહ્યું છે. મેટાની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન તેને વધુ ઇન્ટરેક્ટિવ અને હાઇપર બનાવવા માટે ફીચર્સ ઉમેરી રહી છે. સ્પર્ધાના આ યુગમાં અપડેટ રહેવા માટે પણ બદલાવ જરૂરી છે.

WhatsApp સ્ટેટસ અપડેટને પણ રોલ આઉટ કરવા માટે કામ કરી રહ્યું છે જેમાં તમે તમારા સ્ટેટસ અપડેટને પોતાના કોન્ટેક્ટ લિસ્ટમાં અથવા કોઈ અજાણ્યાને બતાવવા અથવા છુપાવવાનું પસંદ કરી શકો છો. તમે ફિલ્ટરને પોતાના કોન્ટેક્સ અનુસાર ફિલ્ટર સેટ કરી શકો છો.

Related posts

ગાંધીનગરમાં સંત રોહીદાસજીની ૬૪૫મી જન્મ જયંતીની ઉજવણીમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

saveragujarat

અમદાવાદમાં ૨ દિવસના બદલે એક દિવસ ૨૯ મેના જ દિવ્ય દરબાર યોજાશે

saveragujarat

૧૮ થી ૬૫ વર્ષની ઉંમર વચ્ચેના રશિયન પુરુષોને દેશ છોડવા પર પ્રતિબંધ, માર્શલ લો લાગુ થઈ શકે છે

saveragujarat

Leave a Comment