Savera Gujarat
Other

યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે PM મોદીએ કરી હતી વાત. યુદ્ધ રોકવા અને ફસાયેલાં ભારતીયો વિશે 35 મીનીટ વાત ચાલી હતી.

સવેરા ગુજરાત/નવી દીલ્લી:-

યુક્રેને યુદ્ધ રોકવા માટે ભારત પાસે મદદની માંગણી કરી છે. આ સાથે જ રશિયાએ યુક્રેનના 4 શહેરોમાં યુદ્ધ વિરામની જાહેરાત કરી દીધી છે. યુદ્ધની સ્થિતિમાં ફસાયેલાં લોકોને કોરિડોર મારફતે બહાર કાઢવાની પણ રણનીતિ તૈયાર કરવામાં આવી છે. જે અંતર્ગત રશિયાએ હાલ યુક્રેનના શહેરોમાં હુમલો રોકીને ત્યાં ફસાયેલાં લોકોને કોરિડોરથી પસાર થવાની પરવાનગી આપી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ખાસ વાતચીત કરી. બંને નેતાઓ વચ્ચે આશરે 35 મિનિટ જેટલાં સમય સુધી ગુપ્ત વાતચીત થઈ. જેમાં PM મોદીએ યુદ્ધની સ્થિતિમાં યુક્રેનમાં ફસાયેલાં ભારતીયોને પરત લાવવા મુદ્દે વાત કરી છે. આ સાથે જ યુદ્ધની સ્થિતિ મુદ્દે પણ PM મોદીએ વાતચીત કરી. પ્રધાનમંત્રી મોદીએ યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં યુક્રેન સરકાર દ્વારા આપવામાં આવેલી મદદ માટે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો આભાર માન્યો હતો.

રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 12મો દિવસ છે. વૈશ્વિક દબાણ અને તમામ આકરા પ્રતિબંધો છતાં રશિયાના હુમલાઓ તેજ થઈ રહ્યા છે.હાલ રશિયન સેના યુક્રેનના રહેણાંક વિસ્તારોને સતત નિશાન બનાવી રહી છે, જેના કારણે દુનિયાભરના દેશો લોકોને બહાર કાઢવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રશિયાએ યુક્રેનમાં બીજી વખત સીઝફાયરની જાહેરાત કરી, ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે હ્યુમન કોરિડોર બનાવાશે.

રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કરવાનું શરૂ કર્યું. જે બાદ પીએમ મોદીએ 26 ફેબ્રુઆરીએ પહેલીવાર ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી હતી.તમને જણાવી દઈએ કે, ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધ મતદાનથી પોતાને દૂર રાખ્યા છે. જેના કારણે ઝેલેન્સકીએ PMને કહ્યું કે ભારતે યુએન સુરક્ષા પરિષદમાં યુક્રેનનું સમર્થન કરવું જોઈએ. જો કે ભારત આ મામલે કોઈ એક પક્ષને સમર્થન આપવાનું ટાળી રહ્યું છે. તેમણે યુદ્ધના ઉકેલ માટે કૂટનીતિને જરૂરી ગણાવી છે. ભારતે યુક્રેન યુદ્ધની નિંદા કરી છે, સાથે જ રશિયા વિરુદ્ધ મતદાન કરવાથી પણ દૂરી બનાવી છે.

યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષિત વાપસી માટે ભારત સરકાર પણ તમામ પ્રયાસો કરી રહી છે. આ માટે ઓપરેશન ગંગા અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જેથી કરીને લોકોને યુદ્ધગ્રસ્ત દેશમાંથી પાછા લાવી શકાય. નાગરિકો સુરક્ષિત રીતે પરત આવે તે માટે સરકારે ચાર કેન્દ્રીય મંત્રીઓને યુક્રેનના પડોશી દેશોમાં મોકલવાનો નિર્ણય લીધો હતો. આ સાથે, વિદેશ મંત્રાલયે યુદ્ધવિરામ માટે પણ વિનંતી કરી છે.

Related posts

સુરતમા હિજાબનો વિવાદીત મામલો: પી પી સવાણી સ્કૂલમાં વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને આવતાં વિવાદ સર્જાયો,12 કાર્યકરોની અટકાયત

saveragujarat

નવા સંસદ ભવનના મોદીના દ્વારા ઉદ્‌ઘાટનનો ૧૯ વિપક્ષનો બહિષ્કાર

saveragujarat

નવ વર્ષની શરૂઆતમાં અંબાજીમાં ભક્તોની ભીડ

saveragujarat

Leave a Comment