Savera Gujarat
Other

મોડાસામાં ખાદ્ય પદાર્થના વેપારીને પાંચ લાખનો દંડ,ભેળસેળીયા વેપારીઓની હવે ખેર નથીઃ

સવેરા ગુજરાત/અરવલ્લી:- અરવલ્લી જીલ્લાના મોડાસામાં જોધપુર સ્વીટ માર્ટના નામે ખાદ્ય પદાર્થોનો વેપાર કરતી એક પેઢીને એડિશનલ કલેકટરની કચેરીએ ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થનો વેપાર કરવા બદલ પાંચ લાખનો દંડ ફટકાર્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
વધુ પ્રાપ્ત માહિતી મુજબ, મોડાસામાં અન્ન અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બે વર્ષ અગાઉ મોડાસા શહેરમાં જોધપુર સ્વીટ માર્ટના નામે ખાદ્ય પદાર્થોનો વેચાણ કરતા વેપારીને ત્યાં દરોડો પાડયો હતો. તે દુકાનમાંથી કાજુ અંજીર કસાટાનો નમુનો લઈ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો હતો. નમુનો સબ સ્ટાન્ડર્ડ યાને કે અખાદ્ય જાહેર થતાં મોડાસાના એડિશનલ કલેકટરની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ મોડાસાના એડિશનલ કલેકટરની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે પુરાવાના આધારે જોધપુર સ્વીટ માર્ટના નામે પેઢી ધરાવતા વેપારી રાયકા ગમનારામ ગેવરરામને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારી ઉદાહરણરૂપ દાખલો બેસાડ્યો છે.

સવેરા ગુજરાત(અરવલ્લી)
સંજય શમૉ

 

Related posts

અરવલ્લીને આંગણે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિના ભાવ સાથે શાનદાર ઉજવણી

saveragujarat

વડોદરામાં રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભા વિસ્તારમાં સંગઠન સર્વોપરીના વિવાદાસ્પદ લાગેલા બોર્ડથી કૌતુક સર્જાયું

saveragujarat

બિપરજાેય રાજસ્થાન ભણી, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

saveragujarat

Leave a Comment