Savera Gujarat
Other

બેલારુસમાં અટવાયેલા 65 જેટલા ગુજરાતના વિધ્યાર્થીના વાલીઓએ સી.આર.પાટીલ ની કરી મુલાકાત- ભારાત પરત લાવવા રજુઆત કરાઈ.

રાજકોટ જીલ્લાના આશરે 65 જેટલા વિદ્યાર્થીઓ જે બેલારુસમાં અટવાયા છે તે વિદ્યાર્થીઓના વાલીઓએ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી ભારત પરત લાવવા રજૂઆત કરી.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી “ઓપરેશન ગંગા” હેઠળ દરેક ભારતીય વિદ્યાર્થીઓને સહી સલામત ભારત લઇ આવશે તેવો વિશ્વાસ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વાલીઓને આપ્યો.

સવેરા ગુજરાત/ગંધીનગર:-   ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધને કારણે ગુજરાત રાજયના રાજકોટ જીલ્લાના આશરે 65 જેટલા વિદ્યાર્થીઓ જે બેલારુસમાં અટવાયા છે તે વિદ્યાર્થીઓના વાલીઓએ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી વિદ્યાર્થીઓને પરત ભારત લાવવા રજૂઆત કરી હતી.

સી.આર.પાટીલે વાલીઓ સાથે મુલાકાત કર્યા પછી મીડિયાને સંબોધતા જણાવ્યું કે, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે આપણા દેશના ઘણા વિદ્યાર્થીઓ અટવાયા છે જેમા ગુજરાત રાજયના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત રાજય સહિત દેશના તમામ વિદ્યાર્થીઓને પરત લાવવાની ચિંતા કરીને ઓપરેશન ગંગા હેઠળ કેન્દ્ર સરકારના ચાર સિનિયર કેબિનેટ કક્ષાના મંત્રીઓને યુક્રેન આસપાસના દેશોમાં મોકલી ત્યાથી વિદ્યાર્થીઓને પરત લાવવાનો સફળ પ્રયત્ન શરૂ કર્યો છે. વડાપ્રધાનના પ્રયાસથી ખૂબ મોટી સંખ્યામાં આપણે વિદ્યાર્થીઓને પરત લાવવામાં સફળ થયા છીએ.પરંતું મળતી માહિતીના આધારે હજુ કેટલાક વિદ્યાર્થીઓ ફસાયા છે અને આજે રાજકોટ ખાતે વિદ્યાર્થીઓના વાલીઓએ પણ વિદ્યાર્થીઓને પરત લાવવા રજૂઆત કરી છે. યુક્રેનમાં જે વિદ્યાર્થીઓ ફસાયા છે તેમને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે પરંતુ જે રીતે આપણા દેશનું વિદેશ મંત્રાલય કામ કરી રહ્યું છે અને સમગ્ર ઓપરેશન પર આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી  પોતે ધ્યાન રાખી રહ્યા છે તેમજ અધિકારીઓ સાથે ચર્ચા કરી બાકીના જે પણ વિદ્યાર્થીઓ રહી ગયા છે તેમને પણ સહીસલામત ભારત લઇ આવશે. યુક્રેન તેમજ આસપાસના ઘણા અટવાયેલા વિદ્યાર્થીઓના વિડીયો પણ અમને મળ્યા છે અમે તેમાથી ઘણા વિદ્યાર્થીઓ સાથે સંપર્કમાં છીએ .

સી.આર.પાટીલે વાલીઓને વિશ્વાસ અપાવતા જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઓપરેશન ગંગા હેઠળ દરેક ભારતીય વિદ્યાર્થીઓને સહી સલામત ભારત લઇ આવશે. અને આજે જે વાલીઓએ રજૂઆત કરી છે તેમની રજૂઆત સાંભળી છે અને વિદ્યાર્થીઓને વતન પરત લાવવાનો પ્રયત્ન કરીશું.

Related posts

રાજ્યમાં આગામી દિવસોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

saveragujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિચરતી વિમુક્ત જાતિના ઘરવિહોણા કુલ ૧૨૩ લાભાર્થીઓને પ્લો્‌ટની સનદો અને મકાનની ચાવી એનાયત કરાઇ

saveragujarat

મીડિયાને રિપોર્ટિંગ કરતા ન રોકી શકાય ઃ સુપ્રીમ કોર્ટ

saveragujarat

Leave a Comment