Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

હિમાલયના વિસ્તારોમાં બરફવર્ષાની આગાહી કરાઈ, અનેક રાજ્યોમાં ધુમ્મસને લઈને એલર્ટ

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૭
બેક ટુ બેક બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ભારત સહિત તમામ રાજ્યોમાં તીવ્ર ઠંડી માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સ્કાય વેધર અનુસાર અફઘાનિસ્તાનના પશ્ચિમ ભાગ અને તેની આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થયેલુ છે. આ પશ્ચિમ હિમાલય તરફ જશે. અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૧૦ જાન્યુઆરીથી પશ્ચિમ હિમાલય સુધી પહોંચશે. તેની અસરથી હિમાલયના વિસ્તારોમાં બરફવર્ષા થશે. ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ પણ કરવામાં આવ્યુ છે.હવામાન વિભાગના જણાવ્યાં મુજબ પંજાબથી બિહાર, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશથી ગંગાના મેદાનોમાં કેટલાક સ્થળોએ ખૂબ ગાઢ ધુમ્મસની શક્યતા છે. ઉત્તર અને પૂર્વ રાજસ્થાન અને મધ્યપ્રદેશના ઉત્તરીય ભાગોમાં મધ્યમ ધુમ્મસની સંભાવના રહેલી છે. રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ભાગોમાં કોલ્ડ વેવની સ્થિતિ શક્યતા છે. તેમજ પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ઠંડીની લહેર ચાલુ રહે તેવી શક્યતા છે. ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને જમ્મુ-કાશ્મીરના ઉપરના વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. તો આ તરફ ૮ જાન્યુઆરીથી આ રાજ્યોમાં વરસાદની તીવ્રતા અને ફેલાવો વધશે અને હિમાચલ પ્રદેશમાં પણ બરફ પડશે. તેલંગાણા, તટીય આંધ્રપ્રદેશ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર હળવો વરસાદ થઈ શકવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારો અને બિહારના કેટલાક વિસ્તારમાં તીવ્ર ઠંડા દિવસની સ્થિતિ જાેવા મળી હતી. પૂર્વ રાજસ્થાનના ઘણા ભાગો પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાં શીત લહેરની સ્થિતિ બની રહી છે. હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં ઠંડીની લહેર યથાવત રહી છે.આજ શનિવારથી ઊંચા પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે, જ્યારે મેદાની વિસ્તારોમાં વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ૧૦ થી ૧૨ જાન્યુઆરી સુધી હવામાન ખરાબ રહેશે. કેલોંગમાં સૌથી ઓછું તાપમાન -૯.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

Related posts

શ્રી સ્વામિનારાયણ મંદિર, ધાંધલપુરમાં ભાવભક્તિપૂર્વક દિવ્ય શાકોત્સવ ઊજવાયો..

saveragujarat

યુરિક એસિડ વધવાથી આવી શકે છે હાર્ટ અટેક

saveragujarat

સેન્સેક્સમાં ૧૪૫, નિફ્ટીમાં ૫૨ પોઈન્ટનો થયેલો વધારો

saveragujarat

Leave a Comment