Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સૌરાષ્ટ્ર-કચ્છની સાથે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થશે

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૩
રાજ્યના હવામાનમાં પલટો આવવાની સંભાવના આગાહી દિવસો માટે વ્યક્ત કરવામાં આવી છે. જેમાં રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. માર્ચ મહિનો જાણે ચોમાસાની શરુઆત હોય તે રીતે પસાર થયા બાદ માર્ચમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદની અને વાતાવરણમાં આવી રહેલા પલટાની સીધી અસર ખેડૂતો પર પડી રહી છે. પાકને નુકસાન થયાની ફરિયાદો ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. એક પછી એક આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં વરસાદી માહોલ બની રહ્યો છે. આવામાં વધુ એક સર્ક્‌યુલેશનના લીધે રાજ્યના વિવિધ ભાગોમાં વાદળછાયું વાતાવરણ બની રહ્યું છે. અઠવાડિયાની મધ્યમાં રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છની સાથે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગની વેબસાઈટ દ્વારા હવામાનમાં પલટાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જાેકે, આજે તથા આવતીકાલે રાજ્યનું હવામાન સૂકું રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે અને આ પછી બે દિવસ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તારીખ ૫મી એપ્રિલે હવામાન વિભાગે રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા સાબરકાંઠા અને બનાસકાંઠામાં હળવા વરસાદની સાથે થંડરસ્ટ્રોમ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. આ જ દિવસે કચ્છની સાથે દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તારીખ ૬ માર્ચે હળવા વરસાદની સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં વરસાદ થવાની સંભાવના છે. જ્યારે દીવ, દમણ, દાદરા નગર હવેલી જેવા દરિયા કિનારે આવેલા ભાગોમાં પણ વરસાદી માહોલ બનવાની સંભાવના છે. કેમ ઉનાળામાં પડી રહ્યો છે વરસાદ? પશ્ચિમી વિક્ષોભના કારણે ગુજરાત સહિત દેશના અન્ય ભાગોમાં વરસાદી માહોલ ઉભો થઈ રહ્યો છે. આમ થવાથી હવામાનમાં ભેજ રહેવાના કારણે મહત્તમ તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાઈ રહ્યું છે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાનનો પારો ૨-૪ ડિગ્રી વધશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં રવિવારે કંડલા (પોર્ટ), રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી ઊંચું ૩૭ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે સૌથી નીચું લઘુત્તમ તાપમાન ૧૯ ડિગ્રી નલિયામાં નોંધાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૬, ગાંધીનગરમાં ૩૫, વડોદરામાં ૩૫, સુરતમાં ૩૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Related posts

વેપારીઓ પાસેથી ૨.૨૮ કરોડનો માલ મેળવી પિતા-પુત્ર રફૂચક્કર

saveragujarat

ગુજરાત ભાજપની જનઆશીર્વાદ યાત્રા: મંત્રીઓ તથા રુટ..

saveragujarat

પૂજ્ય બજરંગદાસ બાપાના અંતેવાસી સ્વ. મનજીદાદાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવાર અને અનુયાયીઓને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી

saveragujarat

Leave a Comment