Savera Gujarat
Other

જામનગર શહેરના ઝુંપડપટ્ટીના બાળકોને 1098ની ટીમ દ્વારા કલરફૂલ ચિત્રો બનાવી બાળકોને ગુડ ટચ-બેડ ટચ વિશે માહિતી આપવામાં આવી

જામનગર શહેરના ઝુંપડપટ્ટીના બાળકોને સારા અને ખરાબ સ્પર્શ વચ્ચેનો ભેદ સમજાવવામાં આવ્યો

સવેરા ગુજરાત/જામનગર:-  હાલ સમાજમાં મહિલાઓ, કિશોરીઓ તથા નાના બાળકો સાથે દુરવ્યવહાર થવાની ઘટનાઓ વધતી જાય છે. જ્યારે બાળકોને અમુક ઉમર સુધી સારા કે ખરાબ સ્પર્શની સમજ હોતી નથી. બાળકો તેની સાથે અન્ય વ્યક્તિ દ્વારા સારો કે ખરાબ સ્પર્શ કરવામાં આવે છે એ સમજી શકતા નથી અને આ અણસમજુ બાળકો ક્યારેક વિકૃત વિચારધારા ધરાવતા વ્યક્તિઓનો ભોગ બની જતા હોય છે.આવી સ્થિતિમાં કોઈ પણ બાળકો પોતાની અણસમજના કારણે કોઈ ખરાબ વ્યક્તિનો ભોગ ન બને અને બાળકો સારા અને ખરાબ સ્પર્શને જાતે જ સમજતા શીખે એવા હેતુથી ગુડ ટચ અને બેડ ટચ શું છે તે સરળતાથી બાળકો સમજી શકે એ માટે જામનગરની 1098ની ટીમ દ્વારા કલરફૂલ ચિત્રોના કાર્ડ બનાવી આ કાર્ડના માધ્યમથી બાળકોને ગુડ ટચ-બેડ ટચ વિશે માહિતી આપવામાં આવી હતી. ચિત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ વ્યક્તિ બાળકોને ખરાબ સ્પર્શ કરે તો બાળકોએ શું કરવું જોઈએ અને આ બાબતેની જાણ કોને કરી શકાય તે બાબતે પણ બાળકોને વિસ્તૃત સમજ આપવામાં આવી.આ કાર્યક્રમનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ બાળકોમા સારા અને ખરાબ સ્પર્શની સમજ કેળવવાનો હતો કે જેથી બાળકો તેમની સાથે કોણ વ્યક્તિ કેવો સ્પર્શ કરે છે તે જાતે સમજી શકે અને જો વ્યક્તિ બાળકોની અણસમજ લાભ લઈ ખરાબ સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે તો તેનો વિરોધ કરી શકે. આ વિશેષ કાર્યક્રમમાં કુલ 70 બાળકો તથા 40 લોકોએ સહભાગી થઈ જાગૃતિ કેળવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર પુરસ્કૃત 1098 જામનગર ચાઈલ્ડલાઈન 18 વર્ષથી નાની ઉંમરના બાળકોના અધિકારો અને હિતોના રક્ષણ માટે છેલ્લા 8 વર્ષથી જામનગરમાં જિલ્લામાં સ્વ.જે.વી.નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અંતર્ગત જમનભાઈ સોજીત્રાના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે. જેના દ્વારા બાળકોના અધિકારો અને હિતોના રક્ષણ સાથે બાળકોના ડેવલોપમેન્ટ માટે ઝુંપડપટ્ટી સહિતના વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

આવા જ એક વુલનમિલના વાડી વિસ્તારની ઝુંપડપટ્ટીમાં બાળકો માટે ગૂડટચ – બેડટચ થીમ પર ચાઈલ્ડ લાઇન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Related posts

દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાન પર

saveragujarat

મોડાસાના સાર્વજનિક હોસ્પિટલ ની:શુલ્ક કેમ્પનુ આયોજન,સાથે હોસ્પિટલના સહસ્થાપક અને આધ સ્થાપકની મૂર્તિનું અનાવરણ કરાયું.

saveragujarat

દાણલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનોનું અનાજ કૌભાંડ ચલાવતો રમેશ મારવાડી કોણ?

saveragujarat

Leave a Comment