Savera Gujarat
Other

નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે પલ્સ પોલિયો અભિયાન સાથે સુરક્ષા કવચ પ્રદાન કરતા આરોગ્ય મંત્રી

સવેરા ગુજરાત:-  વિસનગરના ભૂલકાઓને બે બુંદ જિંદગીની પીવડાવીને પોલિયો સામે સુરક્ષા કવચ પ્રદાન કરતા આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલઆરોગ્યમંત્રીએ પોલીયો રસીકરણ અભિયાનમાં ૦-૫ ની વયના રાજ્યના તમામ બાળકોને રસીકરણનો લાભ અપાવવા વાલીઓને અનુરોધ કર્યો છેમહેસાણા જિલ્લાના ૨.૪૨ લાખ અને વિસનગરના ૩૭ હજાર જેટલા બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવશેઆરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાષ્ટ્રીય ઇમ્યુનાઇઝેશન દિવસે પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે ૦-૫ ની વયના બાળકોને પોલીઓની રસીના બે ટીપા પીવડાવીને અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.સશક્ત અને સક્ષમ ભારતનું નિર્માણ કરવા બાળકોને પોલીયો વિરોધી રસી આપવી અતિ મહત્વની હોઈ વિસનગર તાલુકાથી રાજ્યના તમામ બાળકોને પોલિયો રસીકરણનો મહત્તમ લાભ અપાવવા દરેક વાલીને મંત્રીએ અનુરોધ કર્યો છે.મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્યના ૦-૫ ની વયના બાળકોને પોલિયો મુક્ત કરવા માટે સરકાર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના પરિણામ સ્વરૂપ વર્ષ ૨૦૦૭ પછી રાજ્યમાં પોલિયોનો એક પણ કેસ નોંધાયેલ નથી.પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત રાજ્યના બાળકોની આરોગ્ય સુખાકારીને ધ્યાનમાં રાખીને સમયાંતરે પલ્સ પોલિયો અભિયાન હાથ ધરવામાં આવે છે.


અત્રે ઉલ્લેખનીય છે કે , ૨૭ મી ફેબ્રુઆરી પલ્સ પોલિયો રવિવારે ગુજરાતમાં ૭૫ લાખ થી વધુ, મહેસાણા જિલ્લામાં ૨.૪૨ લાખ જેટલા અને વિસનગર તાલુકામાં ૩૭ હજારથી વધુ ૦ થી પાંચ વર્ષની ઉંમરના બાળકોને પોલિયોની રસીના બે ટીપા પીવડાવીનેનું સુરક્ષાકવચજ આપવામાં આવશે તેમ મંત્રીએ જણાવ્યું હતું.


Related posts

, અમદાવાદ માં ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશનના મુખ્યાલયનું ઉદ્‌ઘાટન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી

saveragujarat

મસ્જિદમાંથી નમાજ ચાલુ થતા સ્મૃતિ ઈરાનીએ ભાષણ અટકાવ્યુંં

saveragujarat

રાજ્યમાં ૨૪ કલાકમાં ૧૯૧ તાલુકામાં વરસ્યો વરસાદ

saveragujarat

Leave a Comment