Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

રશિયા-યુક્રેન રાજકીય મુદ્દો નહીં, માનવતાનો મુદ્દો ઃ વડાપ્રધાન મોદી

સવેરા ગુજરાત,હિરોશિમા, તા.૨૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જાપાનના હિરોશિમામાં જી-૭ શિખર સંમેલન દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને વચ્ચે વાતચીત પણ થઈ હતી.રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યા પછી બંને નેતાઓ વચ્ચેની આ પ્રથમ રૂબરૂ મુલાકાત હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જાપાનના હિરોશિમામાં જી૭ સમિટ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. ગયા વર્ષે ૨૪ ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યા બાદ બંને નેતાઓ વચ્ચે આ પહેલી વ્યક્તિગત મુલાકાત હતી.યુક્રેનમાં ચાલી રહેલું યુદ્ધ સમગ્ર વિશ્વ માટે એક મોટો મુદ્દો છે. સમગ્ર વિશ્વ પર તેની ઘણી અસરો પણ થઈ છે. હું તેને રાજકીય મુદ્દો નથી માનતો, મારા માટે તે માનવતાનો મુદ્દો છે… ભારત અને હું વ્યક્તિગત રીતે તેના ઉકેલ માટે અમે જે કંઈ કરી શકીએ તે કરીશું.આ બેઠક ત્યારે થઈ જ્યારે યુક્રેનના નેતા રૂબરૂ સમિટમાં ભાગ લેવા જાપાનમાં છે. અગાઉ તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સભાને સંબોધવાના હતા.જાપાનના વિદેશ મંત્રાલય દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતુ જેમ કહેવામાં આવ્યું હતું કે, જેલેંસ્કી ઓનલાઈન માધ્યમથી વિઆ સંમ્મેલનમાં ભાગ લેશે, પરંતુ તેઓએ વ્યક્તિગત રૂપે આ સંમ્મેલનમાં ભાગ લેવા માંગતા હતા, ત્યારબાદ આ યોજના બદલવામાં આવી હતી.યુક્રેનના રાષ્ટ્રપતિ જાપાનના આમંત્રણ પર સમિટમાં ભાગ લઈ રહ્યા છે. પૂર્વી યુરોપીય દેશમાં સંઘર્ષ શરૂ થયા બાદ યુક્રેનના પ્રથમ નાયબ વિદેશ મંત્રી એમિન ઝાપારોવા ગયા મહિને ભારતની મુલાકાતે આવ્યા હતા. ભારતની પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાતમાં, યુક્રેનના પ્રધાન ઝાપારોવાએ ભારતીય વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીને રાષ્ટ્રપતિ ઝેલેન્સકી દ્વારા પીએમ મોદીને લખેલો પત્ર સોંપ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, રશિયા-યુક્રેન સંઘર્ષ માત્ર વાતચીત અને રાજદ્વારી દ્વારા ઉકેલી શકાય છે અને “ભારત કોઈપણ શાંતિ પ્રયાસોમાં યોગદાન આપવા તૈયાર છે”.તમે અમારા બધા કરતાં વધુ જાણો છો કે, યુદ્ધની પીડા શું છે. યુક્રેન મારા માટે માનવતાનો મુદ્દો છે. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર હતા.પીએમ મોદી ત્રણ દેશના પ્રવાસે ગયા છે. પ્રથમ તબક્કામાં તેઓ ય્૭ સમિટના ત્રણ સત્રોમાં ભાગ લેવા માટે આજે સવારે જાપાનના શહેર જવા રવાના થયા હતા. આ સિવાય અન્ય બે દેશોમાં તેઓ પાપુઆ ન્યૂ ગિની અને ઓસ્ટ્રેલિયાની પણ મુલાકાત લેશે.

Related posts

ડુંગળીમાં ભાવો ઉછળતા સરકાર એકશન મોડમાં

saveragujarat

ગાંધી જયંતિ નિમિતે જાણો મહાત્મા ગાંધીનો પરિવાર કોણ કયા, શુ કરી રહ્યા છે, સંપૂર્ણ ફેમિલી વિશે…

saveragujarat

ગુજરાતના નવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે મળ્યા, તથા આજે બપોરે ગાંધીનગર રાજભવન ખાતે શપથ વિધિ થી જોડાશે…

saveragujarat

Leave a Comment