Savera Gujarat
Other

ઈડર પંથકમાં ભુમાફિયાઓ બન્યા બેફામ-કુદરતી સંપત્તિનુ નિકંદન કાઢતા ખનીજ ચોરો.

સવેરા ગુજરાત:-  ઈડર પંથકમાં આવેલભૂતિયા અને બડોલી પાસે આવેલી ગૌવા નદીમાંથી થતી ગેરકાયદેસર રેતીની ચોરી થઈ રહી છે.

ભૂસ્તર વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં થતી ખનીજ ચોરીને લઈ દંડકીય કાર્યવાહી પુર જોશમાં ચાલે છે ત્યારે ઈડર તાલુકમાં ખનીજ ચોરો અવનવી તરકીબો અજમાવી બેફામ રીતે ખનીજ ચોરી કરી પોતાના ટ્રેક્ટરો મારફતે ગેરકાયદેસર ઓવરલોડ રેતી ભરીને વહન કરવામાં આવી રહ્યા છે જેમાં ઈડરના ભૂતિયા અને બડોલી ગામની પાસેથી પસાર થતી ગૌવા નદીમાંથી ગેરકાયદેસર પાસ અને પરમીટ વગર હજારો ટન રેતીની ચોરી રોજેરોજ થઈ રહી છે ત્યારે  ટ્રેકટરો મારફતે નદીમાંથી વહેલી સવારથી સાંજ સુધી રેતીનું ગેરકાયદેસર વહન કરવામાં આવી રહ્યું છે કાયદાની ઐસીતૈસી કરી પાસ અને પરમીટ વગર નદીમાંથી ટ્રેક્ટરો દ્વારા રેતીનું વહન કરવામાં આવે છે જ્યારે ખનીજચોરો દ્વારા પોતાના મળતીયા ઓ મારફતે બાતમીદારો રાખી નદી બહાર વોચ રાખવામાં આવે છે અને ત્યારબાદ પરમીટ વગરના રેતી ભરેલા ટ્રેક્ટરો પસાર કરવામાં આવે છે આજ રીતે લાખ્ખો રૂપિયાની ગેરકાયદેસર રેતીની ચોરી કરવામાં આવે છે ગૌવા નદીના પટ્ટમાંથી જ્યાં મનફાવે તેમ મસમોટા ખાડાઓ કરી પોતાના ટ્રેક્ટરો મારફતે પાસ અને પરમીટ વગર ઓવરલોડ રેતી ભરી ચોરી કરી જરૂરિયાત મંદ લોકો પાસે મનફાવે તેમ રૂપિયા વસુલવામાં આવે છે જેના કારણે સરકારી તિજોરી પર લાખ્ખો રૂપિયાનું  નુકસાન થઈ રહ્યું છે જેને લઈ સાબરકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા ગેરકાયદેસર પાસ અને પરમીટ વગર રેતીનું વહન કરતા ખનનકારો સામે પગલા લઈ કાયદાનો પાઠ  ભણાવવામાં આવે તે ઈચ્છનીય છે જયારે આ મામલે સ્થાનિક વહીવટી તંત્ર પણ સક્રિય ભુમિકા ભજવે અને ખનીજ ચોરો સામે કડક કાર્યવાહી કરે  તેવું પણ પ્રજા ઈચ્છી રહી છે


Related posts

અમદાવાદીઓ માટે શ્રાવણ માસમાં ધાર્મિક સ્થળોએ પ્રવાસનું આયોજન

saveragujarat

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રાષ્ટ્રીયસ્તરે સોંપાશે જવાબદારી

saveragujarat

ગુજરાત કોંગ્રેસના અન્ય ભાષાભાષી સેલના પ્રમુખ તરીકે કરણસિંહ તોમરની નીમણુક કરાઈ

saveragujarat

Leave a Comment