Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

રાજ્યના કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ

સવેરા ગુજરાત,અમદાવાદ,તા.૨૭
રાજ્યના ભરશિયાળે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ગત મોડીરાતથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં આગાહી વચ્ચે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં સુરત, ભાવનગર, ભરૂચમાં મોડીરાત્રે માવઠું થયું છે. સાથે જ આ સવારે વડોદરાના કેટલાક વિસ્તારો, પંચમહાલ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. આવામાં ભરશિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે. કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ જાેવા મળ્યો છે. ખેતરમાં ડાંગર, બાજરી સહિત અનેક પાકોને નુકસાન થવાની શક્યતા જણાઈ રહી છે. મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે. કમોસમી વરસાદની આગાહી પગલે જિલ્લામાં વરસાદી ઝાપટા પડયા છે. સંતરામપુર ખાનપુર વિરપુર બાલાસિનોર લુણાવાડા કડાણા તેમજ જિલ્લાના અન્ય વિસ્તારોમાં વહેલી સવારે વરસાદી ઝાપટાં પડ્યા છે. ખેડૂતોએ વાવેતર કરેલા ઉભા પાકને નુકસાનની ભીતિ છે. બાજરી, મકાઈ, ચણા સહિત ઘાસચારાને નુકસાનની ભીતિ છે. જિલ્લામાં વાતાવરણમાં પલટાથી ખેડૂતો ચિંતિત છે. અરવલ્લી જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ છે. માવઠા જેવા માહોલને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોને ઘઉં, મકાઈ, ચણાના પાકને નુકસાનની ભીતિ છે. રવિ સિઝનમાં વાતાવરણમાં પલટાથી ચિંતા વધી છે. જિલ્લામાં ૧ લાખ ૪૫ હજાર હેક્ટરમાં વાવેતર છે. મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વડોદરા શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. સાવલી તાલુકાના ગામોમાં માવઠું થયું છે. ભરશિયાળે તેજ પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. સુરત ગ્રામ્યમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. મોડીરાત્રે સુરત ગ્રામ્યમાં અલગ-અલગ વિસ્તારોમાં કમોસમી માવઠું થયું છે. ચોમાસામાં વરસાદ હોય એમ મોડીરાત્રે વરસાદ વરસ્યો છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સાથે જ મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારે કમોસમી વરસાદ પડ્યો છે. સાવલી તાલુકાના ગામોમાં માવઠું થયું છે. ભરશિયાળે તેજ પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. ભરૂચ જીલ્લામાં માવઠાની અસર જાેવા મળી રહી છે. દહેજ પંથકના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે. અહીં વિજળીના કડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતા જાેવા મળી રહી છે. ખેડૂતોના શિયાળુ પાકને નુકશાન થવાની ભીતી છે. રાજ્યમાં અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો, તો બીજી તરફ આણંદ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ થયો છે. ભાવનગરના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું થયું છે. કમોસમી વરસાદની ચણા, જીરું, રાયડાના પાક પર અસર થવાની ભીતિ છે. યાર્ડમાં સંગ્રહિત અને બહાર પડેલા તૈયાર માલને લઇને ભીતિ સેવાઇ રહી છે. ડુંગળી સહિતના તૈયાર પાકને નુકસાન થયાની પણ શક્યતા છે. રાજયમાં કમોસમી વરસાદ-માવઠા તેમજ વાદળછાયા વાતાવરણની શક્યતા વચ્ચે આજે વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજયમાં કમોસમી વરસાદ-માવઠા તેમજ વાદળછાયા વાતાવરણની શક્યતા છે. કમોસમી માવઠાને કારણે વાતાવરણ ભેજવાળું તેમજ વાદળછાયું પણ જાેવા મળ્યું છે. રાજ્યના ૧૦ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ગત મોડીરાતથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં આગાહી વચ્ચે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં માવઠું થયું છે. આવામાં ભરશિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે.

Related posts

મતદાર યાદીમાં આપોઆપ તમારું નામ ઉમેરાઈ જશે અને દૂર થઈ જશે

saveragujarat

સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો : પૂર્વ ગૃહમંત્રી અને દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ બાદ એસીબીનો ખુલાસો

saveragujarat

જામનગરમાં પતંજલિ યોગ સમિતિના ગુજરાત રાજ્ય કાર્યકારીની યોજાઈ બેઠક

saveragujarat

Leave a Comment