Savera Gujarat
Other

જામનગર નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા “કારકિર્દી પરામર્શ અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ” યોજાયો

સવેરા ગુજરાત/જામનગર:-  ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સંચાલિત નેહરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા તા.૨૪/૦૨/૨૦૨૨ના રોજ “કારકિર્દી પરામર્શ અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ” યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં જિલ્લા યુવા અધિકારી  શિખર રસ્તોગીએ નહેરુ યુવા કેન્દ્ર વિશે સંક્ષિપ્ત માહિતી આપી, વર્તમાન નોકરીના ક્ષેત્રમાં ઉપલબ્ધ નવીનતમ અને વધુ અદભૂત કારકિર્દીની તકો વિશે વાકેફ કર્યા હતા. યુવાઓને યોગ્ય કારકિર્દી યોજના બનાવવામાં થતી મુશ્કેલી અને અનિશ્ચિતતામાંથી છુટકારો મેળવવામાં અને તેમની પોતાની શૈક્ષણિક ક્ષમતા, લાક્ષણિકતાઓ, પ્રતિભા, રુચિઓ, વ્યક્તિત્વ અને સંસાધનોને સમજવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ માર્ગદર્શન કાર્યક્રમમાં રોજગાર વિભાગ તરફથી વક્તા  અંકિત ભટ્ટે યુવાનોને અનુબંધમ પોર્ટલ વિશે માહિતી આપી હતી. તો SBIના  તુષાર મહેતા દ્વારા નાણાકીય સાક્ષરતા વિશે, પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર (PMKK) દ્વારા કૌશલ્ય વિકાસ માટે સરકાર દ્વારા આયોજિત તાલીમ વિશે માહિતી આપવામાં આવી હતી. આ વિશે યુવાઓના તાત્કાલિક પ્રતિભાવો પણ જાણવામાં આવ્યા હતા.
કાર્યક્રમનું આયોજન ઉડાન યુથ ક્લબના પ્રમુખ નરોતમભાઈના સહયોગથી કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેજલ આશરે કર્યું હતું


Related posts

સુરેન્દ્રનગરમાં આકાશી વીજળી ત્રાટકતાં ૧૦ ગાયનાં મોત

saveragujarat

વૈજ્ઞાનિકોએ કહ્યું સુપર ગાય એક દિવસમાં ૧૪૦ લિટર દૂધ આપી શકશે

saveragujarat

ટ્‌વીટરનું વેલ્યુશન ૫૦ ટકા ઘટીને માત્ર ૨૦ અબજ ડૉલર

saveragujarat

Leave a Comment