Savera Gujarat
Other

અરવલ્લી મોડાસા ખાતે ધરતીપુત્રોને સ્માર્ટ ફોન સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો

સવેરા ગુજરાત/અરવલ્લી:-

કલેકટરશ્રી જીલ્લા વિકાસ અધિકારીશ્રીના વરદ્દ હસ્તે સહાય પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરાયું


 

રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય વિતરણનો મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી પ્રારંભ કરાવ્યો. રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ૧પ કરોડ રૂપિયાના પ્રાવધાન સાથે શરૂ થયેલી સ્માર્ટ ફોન સહાય યોજના અન્વયે પ્રતિકરૂપે ૩૩ કૃષિકારોને ૧.૮૪ લાખની સહાય ગાંધીનગરમાં અર્પણ કરાઇ. તેમજ રાજ્યભરમાં ૭૦ જેટલા સ્થળોએ સાડા ત્રણ હજારથી વધુ કિસાનશક્તિ આ કાર્યક્રમમાં સહભાગી થઇ હતી. આ યોજનાના પ્રારંભે રાજ્યમાં પ૯૧૧ ખેડૂતોને ૩.૩૭ કરોડ રૂપિયાની સહાય રકમ ચૂકવવામાં આવી હતી.
જે અંતર્ગત અરવલ્લી મોડાસાના કલેકટર કચેરી વીસી રૂમ અને જિલ્લા પંચાયત વી સી રૂમ ખાતે કાર્યક્રમનું આયોજન જિલ્લા ક્લેક્ટર નરેન્દ્રકુમાર મીના તથા જિલ્લા વિકાસ અધિકારી  શ્વેતા તેવટિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
જેમાં કૃષિ વિભાગની સ્માર્ટ ફોન સહાય યોજનાના સહાય વિતરણ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લામાં કુલ 198 ખેડૂતોને સહાય આપવામાં આવી. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના ૧૦૦ લાભાર્થી ખેડૂતો જોડાયા હતા.
જિલ્લા કલેકટર તથા જીલ્લા વિકાસ અધિકારીના હસ્તે ધરતીપુત્રોને આ યોજનાના સહાય પેમેન્ટ ઓર્ડર વિતરણ કરાયા.


Related posts

હેલ્મેટ કાનૂનનો કડક અમલ કરાવો: હાઈકોર્ટનો હુકમ

saveragujarat

કોંગ્રેસના વેચાઈ ગયેલા પર વિશ્વાસ ન કરવો જાેઈએઃ રાહુલ ગાંધી

saveragujarat

ફરી ભારત લાવવામાં આવશે આફ્રિકાથી વધારે ૧૪ ચિત્તા

saveragujarat

Leave a Comment