Savera Gujarat
Other

પુરૂષમાંથી મહિલા અને મહિલામાંથી પુરૂષ બનવાના રેશિયામાં વધારો

  • સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૩
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૦૨૦-૨૧ દરમિયાન સેક્સ ચેન્જ કરાવવા આવેલી અરજીઓ પૈકી ૨૫ મંજૂર

ગુજરાતના મુખ્ય શહેર એવા અમદાવાદ શહેરમાં લીંગ પરિવર્તન કરાવવાના રેશીયો સતત વધી રહ્યો છે. લીંગ પરિવર્તનની પરિભાષાથી ઘણાબધા લોકો અજાણ હશે કે શું આવું શક્ય છે કે પુરુષમાંથી લીંગ પરિવર્તન કરીને મહિલા બનાવી શકાય કે મહિલામાંથી લીંગ પરિવર્તન કરીને પુરૂષ બની શકાય તો ગુજરાતના અનેક શહેરોમાં લીંગ પરિવર્તનની આ પરિભાષા હવે સામાન્ય બનતી જઇ રહી છે અને આ રેશિયો સતત વધી રહ્યો છે. પુરૂષ હોવા છતાં સ્ત્રી હોવાનો અહેસાસ કરતાં અને સ્ત્રી હોવા છતાં પુરૂષ હોવાના અહેસાસ કરતાં લોકોને લીંગ પરિવર્તન દ્વારા તેમને તે પ્રકારના રંગરૂપમાં ઢાળી શકાય છે. આ પ્રક્રિયા માટે ત્રણ મહિના સુધી પુરુષ કે મહિલાને રોલ પ્લે કરવો પડે છે. આ ત્રણ માસ બાદની પ્રથમ પ્રક્રિયા બાદ લીંગ પરિવર્તનની પ્રથમ પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. જેમાં પુરુષોના લીંગ પરિવર્તન માટે તેના જનાંગોને કાઢી મહિલાના જનાંગોમાં બદલી દેવામાં આવે છે.
લીંગ પરિવર્તન કરવાની આ પ્રક્રિયા શરૂઆત પશ્ચિમિ સંસ્કૃતિમાં વધુ જાેવા મળે છે જેની અસર હવે અમદાવાદ જેવા શહેરોમાં પણ વર્તાવા લાગી છે. પુરુષમાંથી અનેક લીંગ પરિવર્તન કરાવીને મહિલા બની હોય અને મહિલામાંથી લીંગ પરિવર્તન કરાવીને પુરૂષ બન્યા હોય એટલે કે ટ્રાન્સઝેન્ડર બનવાનો ક્રેઝ વધી રહ્યો હોય તેમ વર્ષ ૨૦૧૮થી લઇ ૨૦૨૧ સુધી ૩૪ જેટલી લીંગ પરિવર્તન કરવામાં આવ્યાં છે. જ્યારે આ તો માત્ર વાત રહી સરકારી આંકડાઓ પ્રમાણે લીંગ પરિવર્તન કે ટ્રાન્સઝેન્ડર બનવા માટેની સંખ્યા પરંતુ અનેક ખાનગી હોસ્પિટલોમાં આ પ્રકારના અનેક લોકોએ લીંગ પરિવર્તન કરાવ્યાં છે જેના ખરા આંકડા માપી શકાય તેમ નથી.
અમદાવાદમાં લીંગ પરિવર્તન માટેની સંખ્યામાં વધારો થયો છે. પુરૂષમાંથી સ્ત્રી અને સ્ત્રીમાંથી પુરુષ બનવા માટેની અરજીઓમાં એકાએક વધારો જાેવા મળ્યોં હતો. વર્ષ ૨૦૨૦થી ૨૦૨૧ દરમિયાન ઝેન્ડર ચેન્જ કરાવવા માટે રપ જેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી છે એટલે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા બે વર્ષમાં લીંગ પરિવર્તન માટે રપ વ્યકિતઓને લીંગ પરિવર્ટન માટેના સેક્સ રી અસાઇ મેન્ટનું સર્ટીફિકેટ આપવામાં આવ્યાં છે. જાે કે હવે તો સામાન્ય નાગરિકોને પણ સેક્સ ચેન્જ કરાવતાં હોય છે. જાે કે સેક્સ ચેન્જ એવા લોકો જ કરાવે છે જેમને આઇડેન્ટિટી ડિસઓર્ડર કે જેન્ડર ડાયસોફોરિયા હોય. પ્લાસ્ટિક સર્જન આવા લોકોના લિંગ પરિવર્તન માટે સર્જરી કરી શકે છે.

૨૦૧૮થી ૨૦૧૯- દરમિયાન મંજૂર કરેલ અરજી
પુરુષમાંથી મહિલા બનવા માટે – ૨ અરજી
મહિલામાંથી પુરુષ બનવા માટે – ૫ અરજી
પુરુષમાંથી ટ્રાન્સઝેન્ડર બનવા માટે – ૨ અરજી
મહિલામાંથી ટ્રાન્સઝેન્ડર બનવા માટે – ૦ અરજી
———————————————-

વર્ષ ૨૦૨૦-૨૧- દરમિયાન મંજૂર કરેલ અરજી
પુરુષમાંથી મહિલા બનવા માટે – ૪ અરજી
મહિલામાંથી પુરુષ બનવા માટે – ૯ અરજી
પુરુષમાંથી ટ્રાન્સઝેન્ડર બનવા માટે – ૧૦ અરજી
મહિલામાંથી ટ્રાન્સઝેન્ડર બનવા માટે – ૨ અરજી


  • એવા લોકો સેક્સ ચેન્જ કરાવે છે જેમને આઇડેન્ટિટી ડિસઓર્ડર કે જેન્ડર ડાયસોફોરિયા હોય
    પુરૂષમાંથી સ્ત્રી અને સ્ત્રીમાંથી પુરૂષ બનવાની એટલે કે લીંગ પરિવર્તનની આ પ્રક્રિયા દરમિયાન લીંગ ચેન્જ કરાવના માનસિક રીતે સ્વસ્થ હોવું જરૂરી છે ત્યારબાદ જ સર્ટી આપવામાં આવે છે તો બીજી તરફ ઝેન્ડરને ચેક કર્યા બાદ ફેમિલી મેમ્બર સાથે લીંગ પરિવર્તન બાબતે ચર્ચાઓ કરી માહિતગાર કર્યા બાદ જ નિર્ણય લેવાય છે. આ પ્રક્રિયામાં અલગ અલગ છ વખત ચેક કર્યા બાદ જ લીંગ પરિવર્તનનું સેક્સ રી-અસાઇ મેન્ટ સર્જરી સર્ટી અપાય છે જેને સેકસ રી-અસાઇમેન્ટનું પ્રમાણપત્ર આપવામાં આવે છે તે લીંગ પરિવર્તન કરાવી શકે છે. જાે કે સેક્સ ચેન્જ એવા લોકો જ કરાવે છે જેમને આઇડેન્ટિટી ડિસઓર્ડર કે જેન્ડર ડાયસોફોરિયા હોય.

ડૉ.મીનાક્ષી પરિખ – હેડ, મનોચિકિત્સક વિભાગ સિવિલ હોસ્પિટલ


 

Related posts

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વડાપ્રધાનની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ તૈયારીઓ પૂર્ણ

saveragujarat

રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં થયો ઘટાડો

saveragujarat

ગુજરાતમાં કોરોના કફર્યૂમાં મુક્તિ બાદ માર્ગ અકસ્માતો વધી ગયા

saveragujarat

Leave a Comment