Savera Gujarat
Other

છેલ્લા ત્રણ માસથી ચાલતી બી.જે.મેડીકલ રેસીડેન્ટ તબીબોની માંગ પૂર્ણ થતાં હડતાળ સમેટી

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૧
બી.જે. મેડીકલ કોલેજના પીજી, યુજી, ઇન્ટર તબીબો છેલ્લા ત્રણ માસના અગાઉના સમયથી અવાર નવાર હડતાળનું રણશિંગુ ફૂકી વિરોધ પર ઉતરી જતાં હતા તે તમામ રેસીડેન્ટ તબીબોની સમસ્યાનો અંત આવતાં છેલ્લા ચાર દિવસથી હડતાળ કરી રહેલા તબીબોએ તેમની માંગણી સંતોષાતાં સ્ટ્રાઇક સમાપ્ત કરી પોતાની ડ્યુટી પર લાગી જવાની આજે જાહેરાત કરી છે.
છેલ્લા ત્રણ મહિનાથી ન્યાયની માંગણી કરી રહેલા બી.જે.મેડીકલ કોલેજના રેસીડેન્ટ ડોક્ટરો કે કમલેશ ઉપાધ્યાયની કામગીરીથી અને કાર્યપ્રણાલીથી નારાજ હતા અને તેમની માંગણી હતી કે કમલેશ ઉપાધ્યાય વિરુદ્ધ તપાસ કમિટીની રચના કરવામાં આવે તે આખરે પુરી થઇ ગઇ છે. તપાસ કમિટીની રચના થઇ ગઇ છે. જેનો તપાસ રીપોર્ટ ૩૦ દિવસમાં આવશે. યુજી, પીજી, ઇન્ટર તબીબોની સમસ્યાને ધ્યાને લઇ કમલેશ ઉપાધ્યાય પાસેથી છીનવી લઇ પીજી ડીરેક્ટર તથા ડીનને તપાસ સોંપવામાં આવી છે. આ બાબતે રેસીડેન્ટ તબીબોએ જણાવ્યું હતું કે, આખરે અન્યાયની સામે ન્યાયની જીત થઇ છે જેથી અમે તમામ તબીબો અમારી હડતાળ સમેટીએ છીએ અને રાબેતા મુજબ પોતાની ફરજ પર લાગી જઇશું તેમ જણાવ્યું હતું. અંતે અવાર નવાર ગાંધીનગર હેલ્થ કમિશ્નર કચેરીએ પહોંચી ન્યાયની માંગણી કરી થતાં હોબાળાનો આખરે સુખદ અંત આવ્યોં છે.


Related posts

એક તરફ ડો.સિવિલ સુપ્રિટેન્ડેન્ટ કહે છે કમિશ્નરે ભગાડ્યાં નથી તો બીજી તરફ હડતાળ કરનાર કહે છે ભગાડીને કાઢી મુક્યાં !

saveragujarat

રશિયા પાસેથી ઓઈલ ખરીદવા છતાં ભારત પર યુએસ પ્રતિબંધ નહીં લાદે

saveragujarat

ઘરફોડના આરોપીઓને પકડવા યુપી ગયેલી ઊંઝા પોલીસ પર ફાયરિંગ

saveragujarat

Leave a Comment