Savera Gujarat
Other

બેટરી ચોર બે બખેડીઓને ઝડપતી ઈડર પોલીસ.

સવેરા ગુજરાત/ઈડર:-  ભાણપુર ગામની નદી કિનારાની બાજુમાં પાર્ક કરી મુકેલ 709 ટેમ્પાની બેટરી ચોરી કરનાર ચોરોને ઇડર પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યા. બેટરીની ચોરી કરનાર ચોર ગામના જ નીકળ્યા

ઇડર તાલુકાના ભાણપુર ગામના પ્રકાશભાઇ બેચરભાઇ થોરીની ટાટા કંપનીની ૭૦૯ ટેમ્પો નં- GJ 02 X2469 માં લાગેલ એમરોન કંપનીની રૂ. ૭,૫૦૦ બેટરી તા. ૧૭-૨-૨૨ ને રાત્રીના સમયે ચોરી થઈ હતી. જે બાબતે પ્રકાશભાઇ થોરીએ પોતાના ૭૦૯ ટેમ્પોમાથી બેટરી ચોરાયાની ફરિયાદ 19 તારીખે ઇડર પોલીસ મથકે નોંધાવતા ઇડર પોલીસ ઇન્સપેક્ટર જાડેજા અને બડોલી આ.પો. સ્ટેશનના હે.કો હિરણસિંહ અને સ્ટાફના માણસો સતત આ દિશામાં વોચમાં હતા.ત્યારે માહિતી મળી હતીકે એક ઈસમ બડોલી ગામે ભંગાર ની દુકાનોમાં બેટરી લઈને વેચવા માટે આંટા મારી રહ્યો છે. જે બાબતે તપાસ કરતા બડોલી થી કાનપુર જતા રોડ ઉપર આવેલી ભંગાર ની દુકાન આગળ બે ઈસમો સિમેન્ટની કોથળી સાથે ઉભા રહેલા જોવા મળતા તેમની તલાશી લેતા સિમેન્ટ ની કોથળીમાં થી એમરોન કંપનીની બેટરી નં 1 કી. રૂ.7500ની મળી આવી હતી. જે બાબતે પૂછતાછ કરતા બંને ઈસમોએ ભાણપુર નદી ની બાજુની ખુલ્લી જગ્યામાં થી ટાટા 709 ટેમ્પો માંથી બેટરી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પકડાયેલ બંને આરોપી ભાણપુર ગામના જ વતની હોવાનું ખુલ્યું હતું.ઇડર પોલીસ દ્વારા બંને આરોપી ને જેલ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પકડાયેલ આરોપીના નામ
(1) જગદીશભાઈ બાબુભાઇ વાઘેલા ઉંમર વર્ષ 24
(2) અશોકભાઈ રામજીભાઈ ઠાકરડા ઉંમર વર્ષ 27
રહે.ભાણપુર તા.ઇડર. જી.સા.કા.
ઇડર રાકેશ નાયક

Related posts

નવ વર્ષની શરૂઆતમાં અંબાજીમાં ભક્તોની ભીડ

saveragujarat

મુખ્યમંત્રીએ વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત વીસીસીઆઇ-એક્પોની ૧૨મી આવૃત્તિનું ઉદ્દઘાટન કર્યું

saveragujarat

શ્રી સ્વામિનારાયણ મંદિર, વડોદરા (હરણી રોડ સ્થિત)માં ભવ્યતા અને દિવ્યતા સભર થઈ શાકોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી….

saveragujarat

Leave a Comment