Savera Gujarat
Other

Grishma Vekariya હત્યા કેસમાં હત્યારા Fenil Goyani એ કર્યો મોટો ખુલાસો – AK 47 ની શોધ

સવેરા ગુજરાત/સુરત:- એક તરફી પ્રેમમાં કેવું પરિણામ આવે છે તે સમગ્ર ગુજરાતે જોયું. સુરતની ગ્રીષ્મા વેકરિયાની ધોળા દિવસે ગળું કાપીને કરવામાં આવેલી હત્યાથી સમગ્ર રાજ્યને હચમચાવીને રાખી દીધું. ગ્રીષ્માનું ગળું કાપનાર આરોપી ફેનિલની પોલીસે પોતાની કસ્ટડીમાં લઈ લીધો છે, અને તેની સાથે રહીને પોલીસ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ઘટનાના દિવસે શું શું બન્યુ હતું તેને લઈને આરોપી ફેનિલ પાસેથી પોલીસ માહિતી મેળવી રહી છે. જિલ્લા પોલીસ દ્વારા SIT ની ટીમ સાથે અલગ અલગ જગ્યા પર ફેનિલને લઈ જવાયો હતો. આ કેસમાં જેમ જેમ પોલીસ આગળ વધી રહી છે તેમ તેમ આરોપી ફેનિલના કારસ્તાન બહાર આવતા જાય છે. આજે આ કેસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે.

ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં ગ્રીષ્માની હત્યા કરવા માટે આરોપી ફેનિલે એકે-47 ખરીદવા પ્રયાસ કર્યો હોવાનો ઘટસ્ફોટ થતા ખળભળાટ મચ્યો છે. પોલીસને જાણવા મળ્યું હતું કે ગ્રિષ્માની હત્યા કરવા પહેલા ફેનિલે એકે-47 રાઇફલ ખરીદવા પણ વેબસાઇટ સર્ચ કરી હતી. ગ્રીષ્માની હત્યા અગાઉની વાતચીતની ક્લિપનો FSLનો વોઇસ રેકર્ડિંગ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ફેનિલ પકડાયાના 6 જ દિવસમાં સોમવારે કોર્ટમાં પોલીસ 1000 પાનાની ચાર્જશીટ દાખલ કરશે. આ કેસમાં ગુરુવારથી કોર્ટમાં ટ્રાયલ શરૂ થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.

હત્યા કરવા ફેનિલે 30 જેટલી વેબસાઇટ્સ સર્ચ કરી હતી
ગ્રીષ્માની હત્યા કરવા માટે ફેનિલે એકે-47 રાઇફલ કેવી રીતે મેળવી શકાય એ બાબતે વેબસાઈટ પર સર્ચ કર્યું હતું. જોકે આ રાઇફલ ન મળતાં તેણે અન્ય વિકલ્પો શોધ્યા. અને હત્યા કેવી રીતે કરી શકાય એ માટે પણ તેણે 30થી વધુ વેબસાઇટ સર્ચ કરી હતી. ફેનિલ હત્યા માટે અલગ સ્ટાઈલ, અને ગળું કાપવાનું પણ શીખ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે ગ્રીષ્માની હત્યા કરતાં પહેલાં તે સવારથી જ પ્લાનિંગ કરી રહ્યો હતો. ફેનિલે હત્યા કરવા તેણે ક્રાઇમ પેટ્રોલ સહિતની કેટલીક અલગ-અલગ સિરિયલ્સ જોઈ હતી.

ફેનિલે ગ્રીષ્માની હત્યા કરવા માટે એક ચાકુનો ઓર્ડર પણ કર્યો હતો. જોકે આર્ડર મોડો મળવાનો હોવાથી તેણે રિજેક્ટ કર્યો હતો, તેનો પુરાવા પણ પોલીસને ફેનિલના મોબાઈલમાંથી મળ્યો છે. ફેનિલે હત્યા માટે એક મોલમાંથી ચપ્પુ મેળવ્યું હતું. પોલીસે હત્યા કરાયેલું ચપ્પુ પણ જપ્ત કરી લીધું છે.


Related posts

બુટલેગરોએ અજમાવ્યો ગજબ કિમીયો,દારુની હેરાફેરી માટે ટેમ્પાનો કલર બદલી પોસ્ટ ડાક લખ્યુ હતું.

saveragujarat

ઑલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપડા ગુજરાતની 75 સ્કૂલોના બાળકોને આપશે જીતનો મંત્ર

saveragujarat

અમદાવાદના રાયપુર ભજીયા હાઉસમાં ભીષણ આગના પગલે બ્લાસ્ટ થયો, ફાયરબ્રિગેડની 4 ગાડીઓ પહોચી ઘટનાસ્થળે

saveragujarat

Leave a Comment