Savera Gujarat
Other

ઑલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપડા ગુજરાતની 75 સ્કૂલોના બાળકોને આપશે જીતનો મંત્ર

વડાપ્રધાન મોદી દ્વારા ટોક્યો ઓલિમ્પિકના તમામ ખેલાડીઓને અપીલ કર્યા બાદ હવે રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે ટોક્યો ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડા આ અભિયાનને શરૂ કરવા જઈ રહ્યા છે. નીરજ શનિવારથી અમદાવાદના સંસ્કારધામ સ્કૂલનો પ્રવાસ કરશે

અને અહીંથી તે રાજ્યની 75 સ્કૂલના બાળકો સાથે વાતચીત કરી પોતાના આહાર અને સંતુલિત આહાર ઉપરાંત રમત-ગમત, ફિટનેસના સંબંધમાં વાતચીત કરી તેમને પ્રેરિત કરશે. ટોક્યો ઓલિમ્પિકમાં રમનારા ખેલાડીઓ અને મેડલ વિજેતાઓ સાથે પોતાના આવાસ પર મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ ખેલાડીઓને અપીલ કરી હતી કે તેઓ 75 સ્કૂલનો પ્રવાસ કરી વિદ્યાર્થીઓને સંતુલિત આહાર વિશે જાણકારી આપે.

વડાપ્રધાનની આ અપીલ બાદ મંત્રી અનુરાગ ઠાકુરે નીરજ ચોપડા દ્વારા આ અભિયાનને શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાને મુલાકાત દરમિયાન એમ પણ કહ્યું હતું કે ખેલાડીઓ જો વિદ્યાર્થીઓને મળશે અને વાત કરશે તો તેઓ તેનાથી પ્રેરિત થશે. નીરજનું કહેવું છે કે તેઓ વડાપ્રધાનની અપીલ પર આ અભિયાનનો હિસ્સો બનીને અત્યંત ખુશ તેમજ ઉત્સાહિત છે. યુવાઓને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરિત કરવામાં એક ખેલાડી મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

આ બધશની વચ્ચે બ્લાઈન્ડ એથ્લીટ શાલિની ચૌધરીને યુથ એશિયન પેરા ગેમ્સ માટે વિઝામાં ખામીને પગલે એરપોર્ટ પર બહેરીન જતી રોકવાનો મામલો લોકસભા સ્પીનર ઓમ બીરલા અને રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુર સમક્ષ પહોંચી ગયો છે. આ મામલાને વિદેશ મંત્રાલયે પણ ગંભીરતાથી લીધો છે. શાલીની અને તેના માતા સરોજે મંત્રી સાથે મુલાકાત કરી બહેરીન જવા માટે તાકિદ કરી હતી.

Related posts

પત્નીએ ફેમિલી કોર્ટમાં રુપિયા ૧.૩૮ લાખના ભરણપોષણ માટે અરજી કરી

saveragujarat

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૦ મહિનામાં ૯૦ વ્યક્તિઓના અંગદાન થી ૨૬૧ લોકોને નવજીવન મળ્યું

saveragujarat

ફોટોશૂટમાં પોઝ આપવા માટે કપલ સ્ટેજ પર પડ્યા

saveragujarat

Leave a Comment