Savera Gujarat
Other

વડોદરા ટ્રાફિક પોલીસના સોશિયલ મીડિયા હેડન્ડલ ટ્વિટર પર ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવતો મહિલાનો બાળકો સાથેનો વિડિયો છે.

સવેરા ગુજરાત/વડોદરા:-  પોલીસ હમણાંથી ‘મેં ટ્રાફિક ચેમ્પ કેમ્પેઇન’ ટ્રાફિકના નિયમોના ભંગ કરતા લોકોના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યું છે. આવો જ એક વીડિયો વડોદરા પોલીસ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં ટ્રાફિકના નિયમોની પરવાહ કર્યાં વગર એક પરિવારના પાંચ સભ્યોનો ભાર એકલા હાથે વેઠતું “ટુ વ્હીલર” નો વીડિયો ચર્ચામાં  છે. વડોદરા ટ્રાફિક પોલીસના સોશિયલ મીડિયા હેડન્ડલ ટ્વિટર પરથી એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં ટુ વ્હીલર પર ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવતો એક મહિલાનો બાળકો સાથેનો વિડિયો છે.

મેં ટ્રાફિક ચેમ્પ કેમ્પેઇન શરૂ
વડોદરા ટ્રાફિક પોલીસે ટ્વીટ કરેલા વિડિયોમાં નિયમો વિરુદ્ધ મહિલા સહીત ટુ વ્હીલર પર પાંચ વ્યક્તિ સવાર છે. આ વીડિયોને લઈને ટ્રાફિક પોલીસે લખ્યું છે કે, હવે તમે જ કહો આ લોકોને કેવી રીતે સમજાવવા..? ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા લાવવા માટે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા મેં ટ્રાફિક ચેમ્પ નામનું કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. આવા વીડિયો શેર કરવાનો હેતુ ટ્રાફિક પોલીસનો લોકોમાં જાગૃતિ લાવવાનો છે.રાજ્યભરમાં રસ્તા પર વાહનોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તેની સાથે વાહન અકસ્માતના કિસ્સાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા લાવવા માટે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા મેં ટ્રાફિક ચેમ્પ નામનું કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે અને કેમ્પેઇન હેઠળ લોકોમાં ટ્રાફિક અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Related posts

જો યુવાનો બંધારણને સમજી જાય તો અનેક સમસ્યાઓ આપોઆપ હલ થઇ જાય: મોદી

saveragujarat

૨૪ કલાકમાં ગુજરાતના ૧૨૬ તાલુકામાં વરસાદ

saveragujarat

ત્રીજી લહેર ‘ઢીલી’ પડ્યાના સંકેત : ગુજરાતમાં કોરોનાના નવા 13805 કેસ સામે 13469 દર્દીઓ સાજા થયા

saveragujarat

Leave a Comment