Savera Gujarat
Other

ત્રીજી લહેર ‘ઢીલી’ પડ્યાના સંકેત : ગુજરાતમાં કોરોનાના નવા 13805 કેસ સામે 13469 દર્દીઓ સાજા થયા

રાજકોટ, તા.24
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર ‘ઢીલી’ પડ્યાના સંકેત જોવા મળી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 13805 કેસ સામે 13469 દર્દીઓ સાજા થયા છે. ગઈકાલ કરતા આ આંકડો વધુ છે પરંતુ છેલ્લા અઠવાડિયાની સ્થિતિએ ખૂબ જ ઓછો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 13805 કેસ નોંધાયા છે અને 25 દર્દીનું મૃત્યુ થયા છે. જ્યારે 13469 દર્દીઓ સાજા થયા છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 4441, વડોદરા 3255, સુરત 1374, રાજકોટ 1149, ગાંધીનગર 473, ભાવનગર 322, કચ્છ 282, મોરબી 267, પાટણ 242, મહેસાણા 231, ભરૂચ 190, જામનગર 183, નવસારી 160, બનાસકાંઠા 156, આણંદ 150, વલસાડ 141, સુરેન્દ્રનગર 113, અમરેલી 109, ખેડા 89, જુનાગઢ 85, પંચમહાલ 76, નર્મદા 57, પોરબંદર 52, સાબરકાંઠા 45, ગીર સોમનાથ 43, દાહોદ 39, તાપી 19, છોટા ઉદેપુર-મહિસાગર 17, અરવલ્લી 14, દેવભૂમિ દ્વારકા 7, બોટાદ 6, ડાંગમાં 1 કેસ નોંધાયો છે.

રાજયમાં કુલ 284 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જયારે 134864 દર્દીઓ સ્ટેબલ છે રાજયનો કુલ મૃત્યુઆંક 10274 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 1076360 પર પહોંચ્યો છે.

Related posts

રૂપાલાની આગેવાનીમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત બે દિવસીય સાગર પરિક્રમા-2022ના પ્રથમ ચરણનો 5મી માર્ચે માંડવીથી પ્રારંભ

saveragujarat

ગ્લોબલ સાઉથનો અવાજ બનવાની આપણી ફરજ છે :એસ જયશંકર

saveragujarat

ગુજરાતમાં ચાર વર્ષમાં ડાયાબીટીક લોકોનું પ્રમાણ બમણાથી પણ વધી ગયું

saveragujarat

Leave a Comment