Savera Gujarat
Other

અરવલ્લીઃભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સભ્ય નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી

ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને જિલ્લા પંચાયત સદસ્ય વનરાજભાઇ ડામોર દ્વારા સભ્ય નોંધણી ઝુંબેશ અંતર્ગત તાલુકાની ઓડ અને જેસિંગપુર જિલ્લા પંચાયત મત વિસ્તારમાં જન સંપર્ક કરવામાં આવ્યો.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર રાજ્યમાં સભ્ય નોંધણી તેમજ ડિજિટલ મેમ્બર શીપની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને મોટા કંથારિયા જિલ્લા પંચાયતના સદસ્ય વનરાજભાઇ ડામોર અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કુંદનબેન ડામોર દ્વારા ભિલોડા તાલુકાની ઓડ જિલ્લા પંચાયત તેમજ જેસિંગપુર જિલ્લા પંચાયત મત વિસ્તારમાં ઘરે ઘરે જન સંપર્ક કરી સભ્ય નોંધણી કરવામાં આવી હતી. વનરાજભાઇ ડામોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ સાથે જોડાવવા વિસ્તારના નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો સ્વંયભૂ કોંગ્રેસ પક્ષ સાથે જોડાઈ રહ્યા છે, તા. ૧૭મી ફેબ્રુઆરીથી હાથ ધરવામાં આવેલી સભ્ય નોંધણી તેમજ ડિજિટલ મેમ્બરશીપમાં છેલ્લા ત્રણ દિવસમાં લગભગ ૨૨૦૦ જેટલા લોકોએ પોતાની નોંધણી કરાવી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા છે અને આવનાર સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં નાગરિકો કોંગ્રેસ સાથે જોડાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

Related posts

સાંસદ સંજય રાઉતને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામથી ધમકી

saveragujarat

બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં ભારતે શાનદાર જીત મેળવી

saveragujarat

૪૩ પોલીસકર્મીઓને કોર્ટે ફટકારી સાત વર્ષની સજા

saveragujarat

Leave a Comment