Savera Gujarat
Other

મુખ્યમંત્રી પટેલે રાધનપુર વોટર ફીલ્ટ્રેશન પ્લાન્ટની લીધી મુલાકાત

આજે રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ જીલ્લાના પ્રવાસ અંતર્ગત રાધનપુર તાલુકામાં આવેલ ‘વોટર ફીલ્ટ્રેશન પ્લાન્ટ’ ની મુલાકાત લીધી હતી. પાણી પુરવઠા વિભાગની રાધનપુર ગૃપ યોજના અંતર્ગત તૈયાર કરવામાં આવી રહેલ પ્લાન્ટ ૬૦ MLD ક્ષમતા ધરાવે છે.₹ ૭૭.૭૭ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહેલી રાધનપુર અને સાંતલપુર જુથ પાણી પુરવઠા યોજનાની રાધનપુર ગૃપ યોજનાથી તાલુકાના ૬૫ ગામ,પરા વિસ્તાર અને શહેરના મળી કુલ ૧.૭૪ લાખ નાગરિકોને પાઈપલાઈન થકી સમયસર અને પુરતું પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થશે.જળ વિતરણની આ વ્યવસ્થાની હાલ 74 ટકા જેટલી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જે આગામી ઓગષ્ટ મહિના સુધીમાં સંપૂર્ણ કરી કાર્યાન્વિત કરવામાં આવશે.

 

Related posts

પોલીસ જરૂરીયાતમંદ લોકોને રૂ. ૩.૪૫ કરોડથી વધુ રકમની લોન અપાવશે

saveragujarat

વડોદરામાં ખોટા દસ્તાવેજથી મકાન વેચનારા ચાર ઝડપાયા

saveragujarat

પરીક્ષાને તહેવારોની જેમ મનાવવા મોદીની વિદ્યાર્થીઓને સલાહ

saveragujarat

Leave a Comment