Savera Gujarat
Other

ખેલ મહાકુંભ રજિસ્ટ્રેશન ઓપનિંગ, મુખ્યમંત્રી પટેલ અને સ્પોર્ટ્સ વિભાગના મંત્રી સંઘવી એ ખુલ્લો મુક્યો ખેલ મહા કુંભ.

સવેરા ગુજરાત:-  સમગ્ર ગુજરાત માં યોજાનાર ખેલ મહાકુંભની રજીસ્ટ્રેશન ઓપનિંગ ના કાર્યક્રમને અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ વિભાગ તથા સ્પોર્ટ્સ વિભાગના મંત્રી હર્ષ સંઘવી એ ખુલ્લો મુક્યો, દરવર્ષે રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ખેલ મહાકુંભ ને લઈ રજીસ્ટ્રેશન ઓપનિંગ ના કાર્યક્રમને અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અને ગૃહ વિભાગ તથા સ્પોર્ટ્સ વિભાગના મંત્રી હર્ષ સંઘવી એ ખુલ્લો મૂક્યો હતો, જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ના જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીના , જિલ્લા સીનીયર કોચ મઝહર સુથાર, રમતગમત અધિકારી હર્ષા ઠાકોર, આંતરરાષ્ટ્રીય મેડલિસ્ટ બાબુભાઈ પણોચા, ભાજપાના યુવા નેતા અંકિત પટેલ,અરવલ્લી જિલ્લા ના વ્યાયામ મંડળના હોદ્દેદારો, કોચીઝ, ઇનસ્કૂલ ટ્રેનર અને રાષ્ટ્રીય રમતવીરોએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા..દર વર્ષે યોજાતા ખેલ મહાકુંભની વિવિધ 29 રમતો 4 વિભાગોમાં યોજાતી હોય છે,જેમાં અંડર 11માં એથ્લેટીક્સ રમતો જયારે અંડર 14, 17 અને 17 થી ઉપરના ખેલાડીઓ માટે એથ્લેટીક્સ, ઇનડોર, આઉટડોર ની કુલ 29 જેટલી રમતો માં ખેલાડીઓ ભાગ લઈ શકશે,,જેના માટે હાલ રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે,,ચાલુ વર્ષે ગુજરાતભર માંથી 50 લાખ ખેલાડીઓનું રજિસ્ટ્રેશન થાય તેવો ટાર્ગેટ છે જ્યારે અરવલ્લી જિલ્લામાં 1.5 લાખ ખેલાડીઓ ખેલ મહાકુંભ માં ભાગ લે તેવો લક્સાંક છે..ગત વર્ષની વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લો સમગ્ર ગુજરાતમાં 24 મેડલો સાથે 14માં ક્રમાંકે રહ્યો હતો,,ત્યારે હોકી, ઝુડો, ટેબલટેનિસ, આર્ચરી, હૅન્ડબોલ અને એથ્લેટીક્સ સહિતની રમતોમાં પ્રભુત્વ ધરાવતાં અરવલ્લી જિલ્લામાં ખેલાડીઓને કારણે જિલ્લો સમગ્ર ગુજરાતમાં ટોપ 10 માં રહેશે તેવો આશાવાદ જિલ્લા કોચ મઝહર સુથારે વ્યક્ત કર્યો છે..તથા અરવલ્લી જિલ્લાના ખેલાડીઓ માટે અધ્યતન રમત સંકુલ ટૂંક સમય નિર્માણ પામશે તેવો આસાવાદ સીનીયર કોચ એ વ્યક્ત કર્યો હતો.

Related posts

શેરબજારમાં જાેરદાર કડાકો, રોકાણકારોએ એક દિવસમાં ૪ લાખ કરોડ ગુમાવ્યા

saveragujarat

કૈલાસ માન સરોવર યાત્રા સતત ત્રીજા વર્ષે ટળી

saveragujarat

ગાંધીનગરમાં આંદોલન દરમિયાન નિવૃત આર્મીમેનનું મોત, પોલીસે માર માર્યાનો આરોપ

saveragujarat

Leave a Comment