Savera Gujarat
Other

કૈલાસ માન સરોવર યાત્રા સતત ત્રીજા વર્ષે ટળી

સવેરા ગુજરાત/પિથોરાગઢ તા.4
કૈલાસ માન સરોવરની યાત્રા સતત ત્રીજા વર્ષે ટળી છે. ઉતરાખંડથી આ વખતે પણ કૈલાસ માન સરોવર યાત્રા નહિં થાય. કોરોના અને ચીન સાથે વિવાદનાં કારણે આ વખતે પણ કૈલાસ માન સરોવરની યાત્રા પર બ્રેક લાગી છે. લાંબા સમયથી શિવધામ જવાની તૈયારી કરી રહેલા યાત્રીઓને સતત ત્રીજીવાર યાત્રા નહિં થવાથી ઝટકો લાગ્યો છે.પિથોરાગઢ જીલ્લામાં ચીન સીમા પાસે રહેલા બિપુલપ માર્ગને પાર કરીને દર વર્ષે જુનથી યાત્રા થતી રહી છે. વર્ષ 2020 અને 2021 માં કોરોનાના કહેરથી યાત્રાનું સંચાલન નહોતું થઈ શકયુ. યાત્રાને લઈને દર વર્ષે જાન્યુઆરીમાં તૈયારી શરૂ થઈ જતી હતી. આ વખતે એપ્રિલ શરૂ થઈ જવા થતા આયોજનને લઈને કોઈ દિશા નિર્દેશ વિદેશ મંત્રાલય તરફથી કેએમવીએનને મળ્યા નહોતા.હવે કેએમવીએનનાં ઓફીસરોને બધા પ્રકારની સંભાવનાઓ પર પૂર્ણ વિરામ લગાવી દીધુ છે.કેએમવીએન નૈનિતાલના પર્યટન વિકાસ અધિકારી લતા બિષ્ટે જણાવ્યું હતું કે આ યાત્રા નહિં થવાથી કેએમવીએનને નુકશાન થઈ રહ્યું છે. પહેલા યાત્રાની જાન્યુઆરીથી જ તૈયારી શરૂ થઈ જતી હતી.ચીનથી યાત્રાને લઈને અત્યાર સુધીમાં કોઈ સિગ્નલા નથી આ કારણે આ વખતે પણ યાત્રા નહીં થઈ શકે.માન સરોવર યાત્રા ઉચ્ચ હિમાલય ક્ષેત્રમાં પુરી કરવામાં આવે છે. આથી યાત્રીઓને ત્યાં જવા માટે સ્વાસ્થ્ય પરિક્ષણની સાથે અન્ય ઔપચારીકતાઓ પણ પુરી કરવાની હોય છે.યાત્રાના સમયથી6 મહિના પહેલા જ દર વર્ષે કેએમવીએન જાહેરાત કરીને યાત્રીઓ પાસેથી આવેદન મગાવતુ હતું ત્યારબાદ યાત્રીઓની પસંદગી થતી હતી.

Related posts

ગુજરાત ભરમાં કોવિડ-19 વેક્સિનેશન અન્વયે ૧ર થી ૧૪ વર્ષની વયના ર૨ લાખથી વધુ બાળકોનું રસીકરણ શરૂ

saveragujarat

ઓગસ્ટની શરૂઆતમાં રાજ્યમાં ફરી વરસાદનું જાેર જાેવા મળશે

saveragujarat

પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી કૂવામાં નાખી દીધો

saveragujarat

Leave a Comment