Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ગાંધીનગરમાં આંદોલન દરમિયાન નિવૃત આર્મીમેનનું મોત, પોલીસે માર માર્યાનો આરોપ

સવેરા ગુજરાત, ગાંધીનગર, તા.૧૩
ગાંધીનગરમાં ચાલી રહેલા નિવૃત્ત આર્મીમેનના આંદોલન દરમિયાન મામલો ગરમાયો છે. આંદોલન દરમિયાન સાબરકાંઠાના પૂર્વ સૈનિક કાનજી મોથલિયાની તબીયત લથડી હતી. જેમ ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું છે.
આર્મીના પૂર્વ જવાનના મૃત્યુ બાદ ગાંધીનગરમાં આક્રોશ જાેવા મળી રહ્યો છે.. આર્મીના જવાનોએ ચીલોડાથી ગાંધીનગર સુધી માર્ચ કાઢી છેઃ.. તો બીજી તરફ ગાંધીનગર સચિવાલયમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.નિવૃત્ત આર્મિ જવાનની તબીયત લથડતા તેને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલે મોકલાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. મૃતક કાનજીભાઈ મોથલીયા સાબરકાંઠા વિજયનગરના રહેવાસી છે.
પૂર્વ સૈનિકો પોતાની વિવિધ માગણીઓ સાથે ગાંધીનગરમાં સચિવાલય બહાર પ્રદર્શન કરી રહ્યા હતા. પૂર્વ સૈનિકોની પેન્ડિંગ માગ જેમાં અનામત, ખેતી માટે જમીન, પ્લોટ, પગાર રક્ષણ, હથિયાર નવા લેવા, સિક્યુરિટી કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદી, ફિક્સ પ્રથા જેવા અનેક મુદ્દાઓ પર આ આંદોલન ચાલી રહ્યું હતું. આ મુદ્દે સવારથી જ અનેક પૂર્વ સૈનિકો ગાંધીનગરમાં એકઠા થયા હતા. આ દરમિયાન પૂર્વ સૈનિક કાનજી મોથલિયાની તબીયત લથડતાં તેમનું મૃત્યુ નિપજ્યું છે.. અને હવે આ મુદ્દે પૂર્વ સૈનિકોમાં પણ સરકાર વિરુદ્ધ આક્રોશ જાેવા મળ્યોછે.

સમગ્ર મામલે વિરોધ ભભૂકી ઉઠતાં ગૃહ વિભાગ તાબડતોબ એક્શનમાં આવી ગયું છે. નિવૃત આર્મીમેનના મૃત્યુનો મામલે ૨ દિવસમાં અહેવાલ રજૂ કરવા ડ્ઢય્ઁ ને આદેશ કરવામાં આવ્યો છે.
ગાંધીનગરમાં નિવૃત આર્મીમેનનો મોત થતાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. જગદીશ ઠાકોર સાથે ધારાસભ્ય સી.જે.ચાવડાએ પણ મૃતક સૈનિકના પરિવારને સાંત્વના પાઠવી છે. મૃતક કાનજી મોથલિયાના દીકરા ગાંધીનગર પોલીસમાં ફરજ બજાવે છે. મૃતક કાનજી મોથલિયાના દીકરાએ માંગ કરી છે કે માર મારનાર પોલીસ સામે કડક પગલાં લેવાય.
ત્યાં હાજર માજી સૈનિકોનું કહેવું છે કે પોલીસના મારથી તેઓનું મોત નીપજ્યું છે.પોલીસે મૂંઢ મારી પૂર્વ જવાનને ઘાયલ કર્યા હતા. નિવૃત્ત આર્મીમેન સાથે આંતકવાદી જેવો વ્યવહાર થયો હોવાનો આરોપ લાગી રહ્યો છે.

Related posts

પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી કૂવામાં નાખી દીધો

saveragujarat

સંસદ ભવનના મોદી દ્વારા ઉદ્‌ઘાટન સામેની અરજી સુપ્રીમે ફગાવી દીધી

saveragujarat

સાબરમતી રેલવે સ્ટેશનથી અયોધ્યાની આસ્થા સ્પેશ્યલ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી

saveragujarat

Leave a Comment