Savera Gujarat
Other

ઈડર ના કાનપુર ગામે જંગલમાં મંગલ કરતું અનોખુ ઉદાહરણ , કાનપુર ગામના સ્મશાન માં જોવા મળ્યું.

સવેરા ગુજરાત/ઈડર:-   મંગલ મંદિર પ્રતિષ્ઠાન નામે કાનપુર ગામના સ્મશાન માં જોવા મળ્યું. કહેવાય છે કે માણસના મૃત્યુ પછી તેના પાર્થિવદેહ ને સ્મશાનમાં જ લઈ જવાય છે જ્યાં ફક્ત સ્મશાન ની સગડી જ જોવા મળતી હોય છે પરંતુ કાનપુર ગામના વતની જશુભાઇ દાનાભાઈ પટેલ દ્વારા એક નવતર આયોજન કરવા માં આવ્યું છે જેને જોતા જ માણસનું મન મોહી જાય તેવું ઉત્તમ મંગલ મંદિર ધામ ઇડર તાલુકા ના કાનપુર ગામે વિકસાવવામાં આવ્યું છે. આ સ્મશાન માં વેદ ,પુરાણ, ગીતા, ભાગવદ ને સાર્થકતા આપયી છે. જશુભાઇ પટેલ ના જણાવ્યા પ્રમાણે આજથી બે વર્ષ પહેલાં તેમનું બાયપાસ ઓપરેશન કરવામાં આવેલ ત્યાર પછી તેઓએ ઘરે આવીને આ જગ્યા ઉપર 1લાખ વૃક્ષો વાવવાનું નક્કી કરતાં આજે તેમણે 190 પ્રકારના વૃક્ષો નો અઢી હેક્ટર જમીનમાં વાવેતર કરેલ છે અને લોકોને પણ પ્રેરણા આપેલ છે .આ ગામ ના પંચાયત દ્વારા પણ તેમને સારો સહયોગ મળી રહ્યો છે. ગામ લોકોએ પણ સારો સહયોગ મળી રહ્યો છે. અને તેમણે ત્યાં બનાવેલ દિવાલ બોકડા દરેક વસ્તુ પર ભાગવત ગીતા,રામાયણ, મહાભારત, વેદ ,પુરાણ, ઉપનિષદ દરેકના શ્લોકો લખેલા છે અને લોકોને પણ અહિંયા આવવાનું ગમે તેવું સુંદર મજાનું મંગલ મંદિર પ્રતિસ્થાન નું આયોજન કરેલ છે. ઇડર તાલુકાના આ કાનપુર ગામના મંગલ મંદિર ને જોવા આસપાસ ના તેમજ અન્ય રાજ્ય ના લોકો પણ આવી ગયા છે જશુભાઈ પટેલ ની આ પેરણા તેમના માટે પણ ખુબજ ઉપયોગી છે. ખરેખર જીવનમાં જીવતેજી એક વખત આ કાનપુર ગામના મંગલ મંદિર સ્મશાન ની મુલાકાત લેવા જેવી છે.

  • સવેરા ગુજરાત રાકેશ નાયક ઈડર

Related posts

વડાપ્રધાન મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા

saveragujarat

કાલુપુર રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ એપ્રિલના અંતમાં શરુ થવાની સંભાવના

saveragujarat

કેજરીવાલે ગુજરાતમાં ખર્ચેલા પૈસાનો આપવો પડશે હિસાબ

saveragujarat

Leave a Comment