Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

કેજરીવાલે ગુજરાતમાં ખર્ચેલા પૈસાનો આપવો પડશે હિસાબ

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૧૨
આમ આદમી પાર્ટીને કથિત રીતે સરકારી જાહેરાતોની આડમાં તેના રાજકીય જાહેરાતોને પ્રકાશિત કરવા બદલ ૧૬૩.૬૨ કરોડ રૂપિયાની વસૂલીની નોટિસ ફટકારવામાં આવી છે. સૂત્રોએ બુધવારે આ જાણકારી આપી. દિલ્હીના ઉપરાજ્યપાલ વી કે સક્સેનાએ મુખ્ય સચિવને સરકારી જાહેરાતોની આડમાં પ્રકાશિત રાજકીય જાહેરાતો માટે છછઁ પાસેથી ૯૭ કરોડ રૂપિયાની વસૂલીનો આદેશ આપ્યો હતો. જેના એક મહિના બાદ આ ઘટનાક્રમ જાેવા મળી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે સૂચના અને પ્રચાર નિદેશાલય (ડીઆઈપી) તરફથી પાર્ટીને નોટિસ મોકલવામાં આવી છે. કહેવાય છે કે જાે ૧૦ દિવસની અંદર રકમ ચૂકવવામાં ન આવી તો પાર્ટી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. એક સૂત્રના જણાવ્યાં મુજબ જાે આપ સંયોજક આમ કરવામાં નિષ્ફળ રહેશે તો દિલ્હીના ઉપરાજ્યપાલના ગત આદેશ મુજબ સમયબદ્ધ રીતે તમામ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જેમાં પાર્ટીની સંપત્તિઓની જપ્તિ પણ સામેલ છે. આમ આદમી પાર્ટીને જે નોટિસ ફટકારવામાં આવી છે તેમાં કહેવાયું છે કે વર્ષ ૨૦૧૬-૧૭ માં રાજકોષના પૈસાનો ઉપયોગ સરકારી જાહેરાતોના નામે રાજકીય જાહેરાતો છપાવવામાં કરવામાં આવ્યો. આરોપ લગાવવામાં આવ્યો છે કે આ જાહેરાત સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો ભંગ કરે છે. દિલ્હી સરકારના સૂચના અને પ્રસારણ નિદેશાલયે કહ્યું કે જાે નિર્ધારિત સમયમર્યાદાની અંદર પૈસા જમા કરાવવામાં ન આવ્યા તો નિયમ મુજબ જરૂરી કાર્યવાહી કરાશે. સૂત્રોના હવાલે કહેવાય છે કે વિભાગ દીન દયાળ ઉપાધ્યાય માર્ગમાં સ્થિત આમ આદમી પાર્ટીના મુખ્યાલયને સીલ કરી શકે છે. ૧૯ ડિસેમ્બરે બહાર પડેલા આદેશમાં સૂચના અને પ્રસારણ નિદેશાલયે છછઁ ના સંયોજક અરવિંદ કેજરીવાલને ૧૬૩.૬૨ કરોડ રૂપિયાની વસૂલીની નોટિસ આપી હતી. અધિકારીઓનું કહેવું છે કે તેમાં ૯૯.૩૧ કરોડ મૂળ રકમ અને ૬૪.૩૧ કરોડ વ્યાજ સામેલ છે. એલજીના આદેશમાં કેન્દ્ર સરકાર તરફથી નિયુક્ત ત્રણ સભ્યોની સમિતિના રિપોર્ટનો હવાલો અપાયો છે. જેણે સપ્ટેમ્બર ૨૦૧૬માં કહ્યું હતું કે દિલ્હી સરકારે જાહેરાત પર ટેક્સપેયર્સના ધનનો ‘દુરઉપયોગ’ કર્યો. પેનલે કહ્યું કે છછઁ પાસેથી વસૂલી કરવામાં આવે.છછઁ તરફથી રકમ જમા ન કરાવવા પર ઉપરાજ્યપાલ સક્સેનાએ લીગલ એક્શન લેવાનું કહ્યું હોવાનું પણ કહેવાય છે જેમાં સંપત્તિઓની જપ્તિ પણ સામેલ છે. તેમણે ૨૦૧૯ બાદ અપાયેલી જાહેરાતોની પણ તપાસ કરવાનું કહ્યું છે. આ નોટિસ બાદ હવે આમ આદમી પાર્ટી અને એલજી વી કે સક્સેના વચ્ચે ટકરાવ વધી શકે છે. આ અગાઉ પણ અનેક મુદ્દાઓ પર રાજભવન અને છછઁ સરકાર વચ્ચે તણાવ રહ્યો છે.

Related posts

૨૦૨૩-૨૪માં દેશનો વિકાસ દર ૬.૬થી ૮ ટકા રહેવાનું અનુમાન

saveragujarat

અમદાવાદમાં થયેલા પાટીદાર આંદોલનના ૧૦ કેસ પરત ખેંચાયા

saveragujarat

એરમેન ટ્રેનિંગ સ્કૂલ, બેલગાવી ખાતે અગ્નિવીરવાયુ તાલીમાર્થીઓની પાસિંગ આઉટ પરેડનું આયોજન થયું

saveragujarat

Leave a Comment