Savera Gujarat
Other

સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ દર્દીના “બંને હાથ” ના અંગ દાનનો સંવેદનાસભર કિસ્સો

સવેરા ગુજરાત/અમદાવાદ:-  કોરોનાકાળમાં સમગ્ર દેશમાં બંને હાથનું અંગદાન મળ્યાના કુલ ૪ કિસ્સા : 

અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાન ક્ષેત્રના સેવાયજ્ઞમાં સંવેદનાસભર કિસ્સો નોંધાયો છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસમાં થયેલ ત્રણ અંગદાનમાંથી એક બ્રેઇનડેડ દર્દીના બંને હાથનું દાન મળ્યું છે.
કોરોનાકાળમાં સમગ્ર દેશમાં બંને હાથનું દાન મળ્યાના ચાર કિસ્સા જોવા મળ્યાં. અત્રે નોંધપાત્ર બાબત એ છે કે, આ ચારેય અંગદાતાઓ ગુજરાતના જ છે.
ગુજરાત રાજ્યમાં અંગદાનની પ્રવૃતિએ વેગ પકડ્યો છે ત્યારે શરીરમાં રહેલા અંગોની સાથે બાહ્ય અંગોનું દાન આપવામાં પણ ગુજરાતીએ સમગ્ર દેશમાં અવવ્લ છે.
અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં બંને હાથોના અંગોનું દાન મેળવ્યાના કુલ ૨૧ કિસ્સા નોંધાયા છે જ્યારે વૈશ્વિક સ્તરે આ આંક અંદાજીત ૨૦૦ છે.

સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસમાં ત્રણ અંગદાન

અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, શરીરના આંતરિક અંગોના દાન આપવામાં આજે પણ ઘણાંય પરિવારો અચકાતા હોય છે ત્યારે શરીરના બાહ્ય અંગોનું દાન કરવું પોતાના જ એક પવિત્ર અને અપ્રતિમ સેવાકીય કામગીરી છે.
વિગતે જોઇએ તો ૩૦ ની વયના ગાંધીનગરમાં રહેતા અજયભાઇ દરજી માર્ગ અકસ્માતમાં ધાયલ થતા ૭ મી ફેબ્રુઆરીએ તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં. જ્યાં સારવાર દરમિયાન તેઓ બ્રેઇન ડેડ થતાં પરિવારજનોએ તમામ અંગોના દાનનો નિર્ણય કર્યો હતો. પરંતુ અન્ય અંગો જરૂરી રીપોર્ટસ અને ટેસ્ટ પ્રમાણે બંધ ન બેસતા છેવટે તબીબો દ્વારા બંને હાથના દાન માટે પરિવારજનોને પ્રેરવામાં આવ્યા. પરિવારજનોએ બંને હાથોના દાન માટેની પણ સંમતિ આપતા બ્રેઇનડેડ અજયભાઇ દરજીના બંને હાથોનું દાન મળ્યું. જે મુંબઇના ૨૬ વર્ષીય યુવાનમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.
અન્ય એક દર્દી મગનજીભાઇ બજાણીયાને પણ કલોલ થી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. સ્થિતિ અગાઉથી જ અતિગંભીર હતી. મગનજીભાઇ બજાણીયા બ્રેઇનડેડ થતા તેમના લીવર અને બંને કિડનીના અંગોનું દાન મળ્યું.

૩૭ અંગદાતાઓના ૧૧૩ અંગો થકી ૯૭ જરૂરિયામંદોને નવજીવન મળ્યું : સિવિલ સુપ્રીટેન્ડન્ટ

૧૯ વર્ષીય ભાવીનભાઇ પરમાર કે જેઓ ખેડાના રહેવાસી હતા. તેઓનું માર્ગ અકસ્માતમાં બ્રેઇનડેડ થયા હતા. સિવિલ હોસ્પિટલની SOTTO (State Organ And Tissue Transplant Organization) ની ટીમને ભાવીનભાઇના બંને કિડની અને લીવર મેળવવામાં સફળતા મળી.
આ તમામ કિસ્સા એવા છે કે જેમના પરિવારજનોએ પોતાનું સ્વજન બ્રેઇનડેડ થતા તેમના શરીરને પંચમહાભૂતમાં વિલીન થતા પહેલા તેમના અંગો થકી અન્યોને નવજીવન આપવાનું નક્કી કર્યું.
આ અંગોના દાન પછી આ તમામ બ્રેઇનડેડ અંગદાતાઓનું શરીર જરૂરથી ભસ્મિભૂત થઇ ગયુ હશે પરંતુ તેમના અંગો દ્વારા આજે પણ તેઓ અન્યોના શરીરમાં જીવંત છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી એ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમના અથાગ પરિશ્રમના પરિણામ સ્વરૂપ જ આજે છેલ્લા ત્રણ દિવસોમાં ત્રણ વ્યક્તિઓના અંગદાનમાં સફળતા મળી છે. સિવિલ હોસ્પિટલમાં કુલ અંગદાતાઓની સંખ્યા ૩૭ થઇ જવા પામી છે. જેના થકી ૧૧૩ અંગો મળ્યા છે અને ૯૭ જરૂરિયાતમંદોને નવજીવન.

 


જે બ્રેઇનડેડ દર્દીના બંને હાથોનું દાન મેળવવામાં આવે છે તે બ્રેઇનડેડ દર્દીના પરિવારજનોને મૃત શરીરમાં આર્ટીફિશિયલ પ્રોસ્થેટિક લિંબ એટલે કે બંને હાથ લગાવીને શરીર સોંપવામાં આવે છે તેમ ડૉ. રાકેશ જોષીએ વિશેષમાં આ અંગદાનના સંદર્ભમાં જણાવ્યું હતુ.

 

Related posts

કેનેડાથી લઈને અમેરિકા સુધી કેમ આતંક મચાવી રહ્યા છે ખાલિસ્તાનીઓ?

saveragujarat

ગુજરાતમાં દારૂની રેલમછેલ નહીં, આખો દરિયો જ છે, બૂટલેગરોએ માત્ર ૮ માસમાં અધધ કરોડનો દારૂ ઘૂસાડ્યો!!

saveragujarat

ગુજરાતના 4 પોલીસ કર્મીઓનુ રાજસ્થાન કાર અકસ્માતમા મોત,હવાઈ માર્ગે પાર્થિવ દેહ ગુજરાત પહોચાડાશે CM એ આપ્યા આદેશ.

saveragujarat

Leave a Comment