Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

પાસપોર્ટ કઢાવવાનો હશે તો જાેવી પડશે દોઢ મહિનો રાહ

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧
આ દિવાળી વેકેશનમાં આંતરરાષ્ટ્રીય વેકેશન પર જવાનું વિચારી રહ્યા હો અને તમારી પાસે પાસપોર્ટ ના હોય અને બનાવડાવવાનો વિચાર હોય તો જરા અટકી જજાે, કારણકે અમદાવાદ પાસપોર્ટ ઓફિસમાં હાલ પાસપોર્ટ એપ્લિકેશન પ્રોસેસમાં નોંધપાત્ર વિલંબ જાેવા મળી રહ્યો છે. અમદાવાદ ખાતેના પાસપોર્ટ સેવા કેંદ્રોમાં સબમિશન માટેની તારીખ ૪૯ દિવસ પછીની મળી રહી છે. વળી, ગાંધીનગરનું પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેંદ્ર તો એનાથી પણ એક ડગલું આગળ છે. અહીં તો ૫૬ દિવસનું વેઈટિંગ ચાલી રહ્યું છે. આ સમસ્યા ફક્ત આ કેંદ્રોમાં જ નથી. નડિયાદ, આણંદ અને મહેસાણામાં આવેલા પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેંદ્રોમાં પણ ૪૫ દિવસ ડીલે જાેવા મળી રહ્યો છે. ૨૦૧૯-૨૦૨૦માં જે કામ બે દિવસમાં થઈ જતું હતું તેના માટે આજે દોઢ મહિના જેટલો સમય વીતી જાય છે. અમદાવાદના પાસપોર્ટ અરજીકર્તાઓને એપોઈન્ટમેન્ટ લેવા માટે હાલ ૪૮ દિવસની રાહ જાેવી પડે છે, જ્યારે વડોદરાના લોકોને ૪૨ દિવસ, રાજકોટના લોકોને ૩૫ દિવસ અને સુરતના લોકોને ૪૭ દિવસની રાહ જાેવી પડે છે. ગત વર્ષે જુલાઈ મહિનામાં અમદાવાદ અરજીકર્તાઓને અપોઈન્ટમેન્ટ માટે માત્ર ૨૦ દિવસની રાહ જાેવી પડતી હતી જ્યારે વડોદરાવાસીઓને ૧૫ દિવસની રાહ જાેવી પડતી હતી. પાસપોર્ટ અપોઈન્ટમેન્ટની આગામી તારીખ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બુધવાર એટલે કે ૩૧ મેની સાંજે ૬ કલાકે અપોઈન્ટમેન્ટ લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો અમદાવાદના પાસપોર્ટ કેંદ્ર પર ૧૯ જુલાઈની અપોઈન્ટમેન્ટ મળે છે, જ્યારે વડોદરામાં ૧૨ જુલાઈ અને રાજકોટમાં ૫ જુલાઈની તારીખ મળે છે. વળી, તત્કાલ એપ્લિકેશનની સ્થિતિ થોડી સારી કહી શકાય કારણકે અમદાવાદમાં ૧૪ જૂનની તેની અપોઈન્ટમેન્ટ મળે છે. જાેકે, તત્કાલ કેટેગરી અંતર્ગત પાસપોર્ટ મેળવવા ઈચ્છી રહેલા લોકો માટે કંઈક ફેરફાર કરાયા છે .કે કેમ તેનું અવલોકન બાકી છે. રિજનલ પાસપોર્ટ ઓફિસર વરેન મિશ્રાએ સ્વીકાર્યું કે હાલ પાસપોર્ટ એપ્લિકેશનની સંખ્યા વધી છે. તેમણે કહ્યું કે, કોરોનાકાળ પહેલા ૪૦ હજાર અરજીઓ દર મહિને આવતી હતી જ્યારે હાલ દર મહિને ૮૦,૦૦૦ અરજીઓ આવે છે. “અમે પાસપોર્ટ સેવા કેંદ્રો અને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેંદ્રો પર કાઉન્ટરોની સંખ્યા વધારી દીધી છે અને અરજીઓની પ્રક્રિયા પૂરી કરવા અમે સતત કાર્યરત છીએ. અજીઓના ભરાવાને પહોંચી વળવા માટે અમે શનિવારે પણ કામ ચાલુ રાખવાનું શરૂ કર્યું છે”, તેમ તેમણે વધુમાં જણાવ્યું. વરેન મિશ્રાએ વાત આગળ વધારતા કહ્યું, “વેઈટિંગ ટાઈમ ઘટાડવા માટે અમે અમદાવાદમાં આવેલી રિજનલ પાસપોર્ટ ઓફિસ ખાતે કેમ્પ મોડમાં વધારાના કાઉન્ટર શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ.” એક સિનિયર અધિકારીએ કહ્યું, “પાસપોર્ટ ઓફિસમાં સ્ટાફની મહત્તમ સંખ્યા સાથે કામ થઈ રહ્યું છે અને રોજ મોટી સંખ્યામાં અરજીઓ હાથમાં લેવામાં આવી રહી છે. એપ્લિકેશન ક્લીયર થાય પછી નિર્ધારિત સમયમાં અમે પાસપોર્ટની પ્રક્રિયા કરી દઈએ છીએ. જાેકે, સૂત્રોનું માનીએ તો, પાસપોર્ટ ઓફિસમાં સ્ટાફની ઘટ જાેવા મળી રહી છે.
રિજનલ પાસપોર્ટ ઓફિસના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદની કચેરીમાં હાલ સ્ટાફની સંખ્યા ૭૫ છે. અહીં ૧૪૦નો સ્ટાફ મંજૂર કરવામાં આવ્યો છે એટલે ૪૬.૪ ટકા કર્મચારીઓની ઘટ છે. “કેટલાક કર્મચારીઓને પાસપોર્ટ સેવા કેંદ્રો અને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેંદ્રોમાં ડ્યૂટી આપવામાં આવી છે, જેના કારણે કચેરી ખાતે પાસપોર્ટ ક્લિયરન્સ માટે કર્મચારીઓની અછત વર્તાય છે. આ પરિસ્થિતિ મુંબઈ અને દિલ્હીનું ચિત્ર ઊભું કરે છે કારણકે ત્યાં પણ અમદાવાદ જેટલો જ વેઈટિંગ ટાઈમ પાસપોર્ટ અપોઈન્ટમેન્ટમાં લાગે છે”, તેમ સૂત્રોએ વધુમાં કહ્યું. આશરે ૮૦ હજાર જેટલી અરજીઓ આવી છે તેમાંથી રિન્યૂઅલ અને નવી અરજીઓની સંખ્યા સરખી છે. યુવાન વયના લોકો વિદેશમાં અભ્યાસ કરવા જવા માટે પાસપોર્ટ બનાવડાવી રહ્યા છે જેના પગલે પાસપોર્ટની નવી અરજીઓની સંખ્યામાં વધારો થયો છે.

Related posts

મોંઘવારી, બેરોજગારી અને જીવનજરૂરિયાત વસ્તુઓ પર જીએસટીમાં વૃદ્ધિને લઇને રામલીલા મેદાનમાં કોંગ્રેસની રેલી યોજાઇ

saveragujarat

કોરોના કાળને ભુલાવે તેવી અમદાવાદની ડીવાઈન લાઈફ ઈંટરનેશનલ સ્કુલના બાળકોએ પ્રતિભાઓ રજુ કરી.

saveragujarat

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૩૫ વર્ષના બે બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનથી ૭ વ્યક્તિઓના જીવનમાં ઉજાસ પથરાયો

saveragujarat

Leave a Comment