Savera Gujarat
Other

ગુજરાતની ગ્રાન્ડેટ શાળાનુ અસ્તિત્વ જોખમમા,ગ્રાન્ટનુ સંતુલન ખોરવાતા 10 વર્ષમા 1500 શાળાને લાગ્યા તાળા.

સવેરા ગુજરાત/અમદાવાદ :ગુજરાતની ગ્રાન્ડેટ શાળાના અસ્તિત્વ પર મોટું જોખમ મંડરાઈ રહ્યું છે. સસ્તુ અને ઉત્તમ શિક્ષણ મેળવવાનુ પછાત અને મધ્યમ પરિવારોનુ સપનુ રગદોળાઈ રહ્યુ હોય તેવુ સાફ સાફ જણાય આવે છે. ગુજરાતમાં ગ્રાન્ટના અભાવે ગ્રાન્ટેડ શાળાઓને તાળા લાગી રહ્યાં છે.

વર્ષ 2010 માં રાજ્યભરમાં અંદાજે 4500 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ હતી. છેલ્લા 10 વર્ષમાં ગ્રાન્ટેડ શાળાઓ ઘટીને 3,000 જેટલી બચી ગઈ છે. સરકાર દ્વારા અપાતી અપૂરતી ગ્રાન્ટને લઈ સંચાલક મંડળ તરફથી અનેક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા નિષ્ક્રિયતા દાખવવામાં આવી છે.

સરકાર દ્વારા ધોરણ 9 ના એક વર્ગ માટે 2500 રૂપિયાની ગ્રાન્ટ દર મહિને આપવામાં આવે છે, જે વર્ષે 30,000 રૂપિયા જેટલી થાય છે. આ 30,000 રૂપિયાની ગ્રાન્ટ સામે શાળાના એક વર્ગ પાછળ સંચાલકોએ અંદાજે 2 લાખ જેટલી વાર્ષિક રકમ ખર્ચ પેટે ભોગવવી પડે છે. ગ્રાન્ટેડ શાળાઓને મળતી રકમ માત્ર શાળાઓના ઈન્ટરનેટ ખર્ચ 10,000 રૂપિયા, પરીક્ષા ખર્ચ એક વર્ગના વિદ્યાર્થીઓ પેટે અંદાજે 20,000 રૂપિયા પાછળ જ ખર્ચાઈ જાય છે.

2 લાખની ગ્રાંટના અભાવે અનેક સ્કુલો બંદ થઈ

આ સિવાય સફાઈ કામદાર, ચોકીદાર, CCTV કેમેરા મેન્ટેઈનન્સ, શિક્ષકોને ચૂકવવું પડતું ભથ્થું, સરકારી ઉત્સવોમાં શિક્ષક હાજર રહે તો તેનો ખર્ચ, વાલીઓની મિટિંગ થાય એ ખર્ચ, વિદ્યાર્થીઓ માટે ઇત્તરપ્રવૃત્તિઓ પાછળ થતો ખર્ચ અંદાજે 75 હજાર રૂપિયા સુધી જઈ પહોંચતો હોય છે.દરેક ગ્રાન્ટેડ શાળા માટે સૌથી મોટો ખર્ચ લાઈટ બિલ અને AMC વેરો તેમજ મકાન ભાડા પેટે થતો હોય છે. ગ્રાન્ટેડ શાળાનો એક વર્ષ ચલાવવા સરકાર દ્વારા અપાતા 30,000 રૂપિયા સામે એકવર્ષ ચલાવવા ગ્રાન્ટેડ શાળાના સંચાલકને 2 લાખ રૂપિયાનો કરવો પડે છે. આ ખર્ચ સરકાર તરફથી અપાતી ગ્રાન્ટ નહીં પોસાતા 1500 ગ્રાન્ટેડ  શાળાને તાળા લગ્યા છે.

 ભવિષ્યમાં શિક્ષણ મોંઘું થવાની ભીતિ સેવાઈ રહી છે.

સરકારની નીતિથી પરેશાન ગ્રાન્ટેડ શાળાના સંચાલકો ભવિષ્યમાં વધુ શાળાઓ બંધ કરે તેવી પરિસ્થિતિ ઉદભવી છે. રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓ જે ગતિએ બંધ થઈ રહી છે એ જોતા ભવિષ્યમાં શિક્ષણ મોંઘું થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાનગી શાળા સંચાલકોને છૂટો દોર મળે તેવી સ્થિતિ પેદા થશે. સસ્તુ અને ઉત્તમ શિક્ષણ મેળવવાના ગરીબ-મધ્યમ પરિવારનું સપનું રોળાશે.

Related posts

ડોકટરને સરકારી નોકરી આપવાની લાલચ આપી રૂ.૨૩.૫૦ લાખ ખંખેર્યા

saveragujarat

ગાંધીનગર બન્યું આંદોલન છાવણી : પોલીસના પરિવારજનોના ધરણા

saveragujarat

૩૫૦૦ સ્કૂલોને સરેરાશ ૧૦% ફી વધારો કરવા મંજૂરી અપાઈ

saveragujarat

Leave a Comment