Savera Gujarat
Other

મોડાસા સંચાલિત એમ.કે.શાહ લાટીવાળા સાયન્સ કોલેજમાં જ્ઞાનસત્રમાં યોગના ફાયદા વિશે માહિતી પ્રદાન કરવામાં આવી.

સવેરા ગુજરાત:-  ધી મ.લા.ગાંધી ઉચ્ચત્તર કેળવણી મંડળ,મોડાસા સંચાલિત એમ.કે.શાહ(લાટીવાળા) સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ હેતુસર જ્ઞાનસત્રના છઠ્ઠા દિવસે ડૉ.દિપ્તીબેન ઉપાધ્યાય હેલ્થ ઓફિસર પંતજલી મોડાસા ઉપસ્થિત રહ્યા હતા. તમને તંદુરસ્ત જીવન માટે યોગના ફાયદા અને યોગથી તમામ રોગનું નિરાકરણ થશે તેની સમજ કેળવી હતી. જ્ઞાનસત્રમાં સમારંભ અધ્યક્ષ તરીકે લૉ કોલેજના આચાર્યશ્રી ડૉ.રાજેશ વ્યાસ અને અતિથિ વિશેષ તરીકે જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના કો ઓર્ડીનેટર શ્રીમતી ચંદનબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જ્ઞાન સત્રના એડાવાઇઝર ડૉ.એસ.ડી.વેદિયા દ્વારા પણ હાલના સમયમાં યોગ કઈ રીતે મહત્વ છે તેની માહિતી આપી હતી. કોલેજના ઇ.આચાર્ય ડૉ.પૂર્વેશભાઈ ભરવાડ અને કોલેજના સ્ટાફે ભારે જહેમત ઊઠાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.ધનુલા બૈજુએ કર્યું હતું.

Related posts

નેવીમાં ફિટનેસની ટેસ્ટમા વિદ્યાર્થી પાસ તો થયો, પણ જશ્નની ખુશીમાં દરિયામાં ડૂબીને મર્યો

saveragujarat

અકસ્માત રોકવા અમદાવાદ ટ્રાફિક પોલીસ સજ્જ બની છે તમે પણ સતર્ક બનો

saveragujarat

મોદી સાહેબે ૩૭૦ની કલમને કલમના એક જ ઝાટકે સમાપ્ત કરીઃઅમિત શાહ

saveragujarat

Leave a Comment