Savera Gujarat
Other

સિવિલ જજની ૨૧૯ જગ્યા માટે ભરતી બહાર પડાઈ

અમદાવાદ,તા.૩
ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યમાં સિવિલ જજની ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઇન એપ્લિકેશનની શરૂઆત ૩-૨-૨૦૨૨થી શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ ૨-૦૩-૨૦૨ છે. આ નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષા અંગે પણ માર્દર્શન આપવામાં આવ્યું છે. આ ભરતી અંતર્ગત સિવિલ જજની કુલ ૨૧૯ જગ્યા ભરવામાં આવશે. આ પૈકીની ૧૧૨ જગ્યા જનરલ કેટેગરીની છે જ્યારે ૧૫ એસસી, ૩૩ એસટી, ૫૯ ઈડબલ્યુએસ, ૦૯ પીડબલ્યુડીની છે. આ નોકરી માટે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી કાયદાની ડિગ્રી હોવી જાેઈએ. આ ઉપરાંત ગુજરાતી ભાષા પર પ્રભુત્વ હોવું જાેઈએ જેની પરીક્ષા લેવાશે. આ ઉપરાંત ઉમેદવારો સિવિલ અને ક્રિમિનિલ જ્યુરિડિક્શનમાં આવતી અદલાતમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા હોવા અનિવાર્ય છે. જે ઉમેદવારોએ વર્ષ ૨૦૦૯-૧૦ પછી કાયદાની ડિગ્રી મેળવી હોય તેમણે ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશનની પરીક્ષા પણ પાસ કરી હોવી અનિવાર્ય છે. આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખના દિવસે ઉમેદવારની ઉંમર ૩૫ વર્ષથી વધારે ન હોવી જાેઈએ. જ્યારે કોઈ પણ અનામત વિભાગના ઉમેદવારની ઉંમર ૪૦થી વધારે ન હોવી જાેઈએ. લાયકાત માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી કાયદાની ડિગ્રી હોવી જાેઈએ. આ ઉપરાંત ગુજરાતી ભાષા પર પ્રભુત્વ હોવું જાેઈએ જેની પરીક્ષા લેવાશે. આ ઉપરાંત ઉમેદવારો સિવિલ અને ક્રિમિનિલ જ્યુરિડિક્શનમાં આવતી અદલાતમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા હોવા અનિવાર્ય છે. આ નોકરી માટે ઉમેદવારો જે સામાન્ય કેટેગરીના છે તેમના માટે બેંક ચાર્જ ઉપરાંત ૧,૦૦૦ રૂપિયા અને અનામત વિભાગના ઉમેદવારોએ ૫૦૦ રૂપિયા સાથે બેંક ચાર્જ ચુકવવાનો રહેશે. ફીનું પેમેન્ટ ઓનલાઇન અને ઓફલાઇન થઈ શકશે. આ નોકરી માટેની પસંદગી પ્રક્રિયા પરીક્ષા દ્વારા કરવામાં આવશે. ઉમેદવારોએ પ્રિલિમીનરી પરીક્ષા અને લેખિત પરીક્ષા આપવાની રહેશે. ત્યારબાદ પસંદ થનારા ઉમેદવારોનો વાઇવા ટેસ્ટ લેવાશે. આ તમામના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

Related posts

ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ જામ્યોઃ અંબાજીમાં ભક્તિ અને શ્રદ્ધાનું ઉમટયું ઘોડાપૂર

saveragujarat

વસ્ત્રાલ ખાતે 72 વર્ષીય દંપતિએ પુન: લગ્ન કરતા લોકોમા કૂતુહલ

saveragujarat

રૂપિયો કડડભૂસ : ડોલર સામે 82.33ના નવા નીચા સ્તરે

saveragujarat

Leave a Comment