Savera Gujarat
Other

નવી-જૂની શરતો સહિતના મહેસુલી કાયદામાં ધરખમ ફેરફાર કરાશે

રાજ્ય સરકાર 22 જેટલા મહેસુલી કાયદાના કિસ્સાઓમાં સુધારો કરી મોટા ફેરફાર લાવવાની વિચારણા શરૂ કરી છે. અને આ માટે રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે 3 કલાક મંત્રણા કરી કેટલાક સૂચનો કર્યા છે. આજે પત્રકાર પરિષદમાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર પ્રસાદ ત્રિવેદીએ મહેસુલી કાયદાના ફેરફાર અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે આઝાદી પૂર્વે અને આઝાદી પછીના જમીન અંગેના 18 વિવિધ કાયદાઓ અંગે તમામ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી છે.

ઉપરાંત કમિટી અને મહેસૂલ વિભાગના અભિપ્રાયો પણ આવી ગયા છે ત્યારે અધિકારીઓ સાથે આ મુદ્દે પણ ચર્ચા વિમર્શ કરવામાં આવ્યા હોવાનો સ્વીકાર કર્યો છે. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે મહેસુલ કાયદા માં ફેરફાર કરવા અંગે અધિકારીઓ સાથે તબક્કાવાર પરામર્શ કરવામાં આવી રહી છે અને આ માટે બેઠકમાં કેટલાક સૂચનો પણ કરવામાં આવ્યા હતા

જેમાં ઉદાહરણ તરીકે જોઈએ તો ગરાસદાર અને ચાકરિયાત જમીન ધરાવતાં ખાતેદારોની જમીન ટ્રાન્સફર કરવાના વિવિધ કેસ માં જૂની શરત અને નવી શરત માં થતી વર્ષો જૂની પ્રક્રિયા મુદ્દે મહેસુલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જોકે આ બેઠકમાં મહદઅંશે ચકરિયાત જમીન ધરાવતા ખાતેદારોની નવી શરતમાં જમીન ટ્રાન્સફર થવાના કેસમાં અન્યાય થતો હોવાનું સામે આવતું હોય છે. ત્યારે આવા કિસ્સાઓમાં ખાતેદાર માટેની સહાનુભૂતિ વલણ દાખવવા અને કાયદામાં જરૂરી કરવાનું સૂચન મહેસુલ મંત્રી એ કર્યું હોવાનો સ્વીકાર કર્યો હતો જ્યારે સામે અધિકારીઓએ પણ મંત્રીના સૂચનને હકારાત્મક વલણ તરીકે અખત્યાર કરવા માટે તત્પરતા દર્શાવી હોવાનો એકરાર કરે છે.

તો બીજી તરફ સરપ્રાઇઝ વિઝિટ અંગે પૂછતા રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે નાગરિકો તરફથી મળતી ફરિયાદોના પગલે કરવામાં આવતી સરપ્રાઇઝ વિઝિટ અને મુલાકાત દરમિયાન અરજદારોમાં ઉત્સાહ અને અધિકારીઓમાં ફફડાટ ઊભો થાય છે જોકે આ પ્રકારની પ્રવૃત્તિ એ મહદંશે સામાન્ય નાગરિકના ફાયદા માં પરિવર્તિત થશે અને આ કાર્ય પદ્ધતિને કારણે હવે એવો પડે છે કે કેટલાક મહેસૂલી અધિકારીઓ એચડી માં હોદ્દાને લોકોથી ઉપર ગણે છે. સેવા અધિકારીઓમાં ચોક્કસ બદલાવ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો..

તો બીજી તરફ મહેસૂલ મંત્રીને પ્રશ્ન પૂછ્યો હતો કે મહેસૂલ વિભાગમાં થયેલા સ્ટિંગ ઓપરેશન થી કરપ્શન ઉપર બ્રેક લાગશે કે કેમ ? તેવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તમામ મહેસૂલી કચેરીઓ માં ભ્રષ્ટાચાર થતો હોવાનું સામે આવ્યું નથી આવતું પરંતુ જ્યાં થાય છે અને નાગરિકો આ અંગેની જાણ ઓડીયો કે વિડીયો મારફતે અમને કરે છે તેવા કિસ્સાઓમાં અધિકારી અને વચેટિયાઓ સામે ચોક્કસ કાર્યવાહી કરીએ છીએ એટલું જ નહીં નાગરિકોની સતર્કતાથી આજે ભ્રષ્ટ વહીવટ કરતા અધિકારીઓ અને વચેટિયાઓ માં એક ડરનો માહોલ ઉભો થયો હોવાનો સ્વીકાર રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યો હતો

Related posts

પાકિસ્તાન બાલાકોટ બાદ પરમાણુ હુમલાની તૈયારીમાં હતું

saveragujarat

જાન્યુઆરીમાં વ્યાજખોરો સામે રાજ્યમાં ૮૪૭ એફઆઈઆર

saveragujarat

અકસ્માત રોકવા અમદાવાદ ટ્રાફિક પોલીસ સજ્જ બની છે તમે પણ સતર્ક બનો

saveragujarat

Leave a Comment