Savera Gujarat
Other

ગુજરાતમાં ઓમિક્રોનના સંકટને પહોંચી વળવા 80,000 બેડ તૈયાર

:રાજ્યમાં કોરોના ની ત્રીજી લહેર અને નવા વેરિયન્ટના દસ્તકની સાંભવના પગલે આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે અને રાજ્યમાં જો ત્રીજી લહેરાવે તો તેને પહોંચી વળવા માટે અત્યારથી જ મોટા શહેરો અને અલગ અલગ જિલ્લાઓ સહિત સમગ્ર ગુજરાતમાં 80,754 બેડની વ્યવસ્થા ઊભી કરી દીધી છે અભી તરફ પુખ્ત વયના નાગરિકો માટે વેન્ટિલેટર થી સજ્જ 6551 બેડ ઉપરાંત 6298 આઇસીયું બેડ તૈયાર કરવામાં આવ્યા છે

જ્યારે ઓક્સિજન સાથેના નોન. આઇસીયું બેડ 48744 અને ઓક્સિજન વિનાના 19673 બેડ તૈયાર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.ઉલ્લેખનીય છે કે આ અંગે આરોગ્ય વિભાગ તરફથી મળેલી વિગતો મુજબ જોઈએ તો ત્રીજી લહેરની સંભવિતતા ને જોતા રાજ્યનો આરોગ્ય તંત્ર એલર્ટ બની ગયું છે આ ઉપરાંત મેડિકલ સોસાયટી પાસે 3, 34, 973 એટલે કે ત્રણ લાખથી વધુ રેમડેસ્ટિવર ઇન્જેક્શન નો જથ્થો ઉપલબ્ધ કરાવ્યો છે.

આ ઉપરાંત લિથો સોમલ એન્ફો થેરીસીન બી-50, એમ.જી.ના 71485 જેકસન ઉપલબ્ધ છે જ્યારે લાયો ફિલઈઝેડ એમ્પો થેરેસીન ના 5943 ઇન્જેક્શન , ટેક્સલી ઝુમેબ ના 80 એમ જી ના 1354 ઇન્જેક્શન, 11,42,122 વિટીએમ કીટ, 30 લાખથી વધુ આર.એ.ટી કીટ ઉપરાંત ફેવિપેરા વિટ ટેબ્લેટ 27 લાખથી વધુ નો જથ્થો ઉપલબ્ધ કરાવ્યો હોવાના અહેવાલ છે આ ઉપરાંત રાજ્ય સરકારે ગુજરાતમાં આર. ટી.પી.સી.આર માટે 121 લેબ ઊભી કરી છે

જેમાં 58 સરકારી અને 63 ખાનગી લેબોરેટરીના નો સમાવેશ થાય છે.આ ઉપરાંત ટુ નેટ માટે 8 લેબોરેટરી ની વ્યવસ્થા કરી છે આમ રાજ્ય સરકારે અલગ-અલગ ટેસ્ટ માટે સરકારી 60 અને ખાનગી 73 મળી ફુલ 133 લેબ ઉભી કરી હોવાનો દાવો રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે ઉલ્લેખનીય છે કે વાઇબ્રન્ટ સમિટ દરમિયાન પારંપરિક ગાલા લંચ કે ડિનર નું આયોજન થશે કે કેમ તે મુદ્દે સરકાર દ્વારા હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી

Related posts

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત

saveragujarat

ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણાનું ૧૫મી ઓગસ્ટ – ૭૬ મા સ્વાતંત્ર્યદિનનું પ્રવચન

saveragujarat

રાજ્યના કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ

saveragujarat

Leave a Comment