Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સરકારને બે વર્ષમાં પેટ્રોલમાં ૬૦૪૦.૦૧ કરોડની આવક

સવેરા ગુજરાત,ગાંધીનગર, તા.૨૭
ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર શરૂ થઈ ગયું છે. આ સત્ર દરમિયાન રાજ્ય સરકારે એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારને પેટ્રોલમાં ૬૦૪૦.૦૧ કરોડ અને ડિઝલમાં ૧૨૭૩૧.૭૯ કરોડની આવક થઈ છે. જયારે સીએનજીથી ૩૮૯ કરોડ અને પીએનજીથી ૧૨૬ કરોડની થઈ આવક થવા પામી છે. રાજ્ય સરકાર પેટ્રોલ પર ૧૩.૭ ટકા જ્યારે ડીઝલ પર ૧૪.૯ ટકા તથા સીએનજી અને પીએનજી પર ૧૫ ટકા વેરો વસૂલે છે. રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમા એક સવાલના જવાબમાં લેખિતમાં જણાવ્યું હતું કે, પેટ્રોલમાં વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૨ સુધી માં ૬૦૪૦.૦૧ કરોડ ની આવક થઈ, જ્યારે ડીઝલમાં વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૩ સુધીમાં. ૧૨૭૩૧.૭૯ કરોડ રૂપિયાની આવક થઇ છે. સીએનજીમાં વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૨ સુધીમાં ૧૯૧.૭૫ કરોડ રૂપિયા ની આવક થવા પામી છે. જ્યારે પીએનજીવર્ષ ૨૦૨૧ થી ૨૦૨૨ સુધીમાં ૬૮.૩૧ કરોડની આવક થઈરાજ્ય સરકારે સવાલના જવાબમાં વધુમાં જણાવ્યું હતું કે, પેટ્રોલમાં વર્ષ ૨૦૨૨થી ૨૩ સુધીમાં ૬૦૦૮.૬૯ કરોડ, ડીઝલમાં વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૩માં કુલ ૧૩૯૫૧.૨૭ કરોડની આવક થવા પામી છે. સીએનજીમાં વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૩ માં કુલ ૧૯૮.૪૪ કરોડ તથા પીએનજીમાં વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૩ માં કુલ ૫૮.૦૯ કરોડની આવક થઈ છે. કુલ રકમની વાત કરીએ તો પેટ્રોલમાંથી ૧૨૦૪૮.૭ કરોડ તથા ડિઝલમાં ૨૬૬૮૨ કરોડની આવક થઈ છે. જ્યારે સીએનજીમાં ૩૮૯ કરોડ અને પીએનજીમાં ૧૨૬ કરોડની આવક થઈ છે. રાજ્ય સરકાર પેટ્રોલ પર ૧૩.૭ ટકા જ્યારે ડીઝલ પર ૧૪.૯ ટકા ટેક્સ વસૂલે છે. જ્યારે સીએનજીઅને પીએનજીપર સરકાર ૧૫ ટકા ટેક્સ વસૂલે છે.

Related posts

કોંગ્રેસે અમદાવાદમાં ક્ષતિગ્રસ્ત રસ્તાનું નામ બદલીને મેયર કિરટી પરમાર અને કમિશ્નર લોચન શહેરા રોડ રાખી પ્રદર્શન કર્યુ

saveragujarat

ગયા વર્ષનું લસણ પાણીના ભાવે ખેડૂતો વેચી રહ્યા છે

saveragujarat

અમદાવાદ સિવિલમાં છેલ્લા ચાર દિવસમાં દરરોજ એક અંગદાન : સરેરાશ ૪ વ્યક્તિઓને પ્રતિદિન નવજીવન

saveragujarat

Leave a Comment